મેલબોર્ન

ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે મંગળવારે અહીંની ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં બીજી ક્રમાંકિત સિમોના હાલેપને ૬-૩, ૬-૩ થી હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો છે. સેરેના ૨૦૧૭ માં ચેમ્પિયન બન્યા બાદ પ્રથમ વખત ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેનો સામનો નાઓમી ઓસાકા સામે થશે. ૨૪ માં મહિલા સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબના રેકોર્ડની બરાબરી થી આ ટૂર્નામેન્ટમાં સેરેના બે જીત દૂર છે. પ્રથમ સેટમાં હાલેપ સેરેનાના પડકારનો સામનો કરી શકી નહીં. જ્યારે બીજા સેટમાં તે એક સમયે ૩-૧થી આગળ હતી. ત્યારબાદ સેરેનાએ સતત પાંચ પોઇન્ટ સાથે મેચ જીતી હતી.