ગ્વાલિયર

ગ્વાલિયરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. બસ અને ઓટો સામસામે ટકરાતા 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં 12 મહિલાઓ અને ઓટો ડ્રાઈવર શામેલ છે. આ બધી મહિલાઓ પુરાની છાવણી સ્થિત સ્ટોન પાર્કમાં પોષક આહાર ના રસોઈ ઘર માં કામ કરતી હતી. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે, મૃતકના સગાઓને 4 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

આ ઘટના ગ્વાલિયરના પુરાની છાવણી પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદપુર ટ્રસ્ટની સામેની છે. પોલીસને મળેલી માહિતીમાં જણાવાયું છે કે, તમામ મહિલાઓને પોષણ સપ્લાયર્સ કોન્ટ્રાક્ટર દ્વારા મંગળ દિવસે રસોઇ બનાવવા માટે બોલાવવામાં આવી હતી. મહિલાઓ બે ઓટોથી પરત ફરી રહી હતી પરંતુ તે દરમિયાન એક ઓટો માર્ગમાં ખરાબ થઇ ગઈ. જેના કારણે તમામ મહિલાઓ એક જ ઓટોમાં બેસી ગઈ હતી, પરંતુ રસ્તામાં આ ઓટો એક બસ સાથે ટકરાઈ હતી. જેના કારણે 10 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલ ત્રણેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્રણેયે સારવાર દરમિયાન દમ છોડી દીધો હતો.

ગ્વાલિયરના પોલીસ અધિક્ષક એસપી અમિત સંઘીએ જણાવ્યું હતું કે, ઓટો રિક્ષા ગ્વાલિયરથી જઇ રહી હતી અને બસ મુરારથી આવી રહી હતી. આ ઘટના મંગળવારે સવાર ની છે. એક ઓટો અને બસ વચ્ચેની ટક્કરમાં 10 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે હોસ્પિટલમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, અન્ય ચાર લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારો ને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી શિવરાજે ટ્વીટ કરીને અકસ્માતમાં દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "ગ્વાલિયરમાં બસ અને ઓટો વચ્ચે ટક્કર થઇ અને તેના કારણે અનેક કિંમતી જીંદગીઓ નું અકાળે મૃત્યુ થયું, તે વાત નું ઘણું દુ:ખ થયું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને કુટુંબને આ આઘાત સહન કરવાની શક્તિ.

વળતરની ઘોષણા કરતા સીએમ શિવરાજે કહ્યું, "હું અને રાજ્ય ની જનતા, આ દુ:ખની ઘડીમાં શોકભર્યા પરિવારો ની સાથે છીએ. તેઓ પોતાને એકલા ન માને. રાજ્ય સરકાર તરફથી, દરેક મૃતકના પરિવારને 4 લાખ અને ઘાયલોને 50 હજાર આપવામાં આવશે.