સુરત, તા.૧૧ 

કોરોના વાયરસ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી કોવિડ -૧૯ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સમી સાંજે સિલિન્ડર બોટલ બદલતી વેરા અકસ્માત સર્જાતા થયેલા બલાસ્ટ માં હોસ્પિટલનો વોર્ડબોય ગંભીર રીતે ઘવાયો છે અકસ્માતે બનેલી ઘટનાને લઇને હોસ્પિટલના તબીબી અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા હાલ કર્મચારી ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલના અધિકારીત સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વૈશ્વિક મહામારી સમાન કોરોનાવાયરસ ના દર્દીઓ ની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે દરમિયાન આજરોજ સાંજના છ વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ભરતી થયેલ અસફાક સલીમ શેખ નામનો નવો જ કર્મચારી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓક્સિજન બોટલ ખલાસ થઈ ગયેલ હોય જે બોટલ બદલવાની કામગીરી કરી રહ્યો હતો એ દરમિયાન અકસ્માતે ઓક્સિજન ભરેલ બોટલ ની પીન બોટલ માંથી છટકી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો. લાસ્ટ ને લઈને હોસ્પિટલના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.આ બનાવની જાણ આર.એમ.ઓ કેતન નાયક. સુપ્રિટેન્ડેન્ટ રાગિણી વર્મા. સહિતનાને થતા તાબડતોબ ઘટનાસ્થળે ધસી ગયા હતા ગંભીર ઇજાગ્રસ્ત અશફાક શેખને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.