વડગામ : વડગામ તાલુકાના મેમદપુર ગામ લોકોમાં ગામમાં પ્રજાપતિ મહોલ્લામાં એક ગર્ભવતી શ્વાન ઘણા દિવસથી ફરતી જોવા મળતી હતી. આ શ્વાન છેલ્લા ચાર દિવસથી એક જગ્યાએ બેસી રહેતી હોય અને ભારે પીડાતી હતી. ગુરુવારના દિવસે ગામના મેહુલ કુમાર પ્રકાશચંદ્ર રાવલ,વિનોદભાઈ અમરાભાઈ ભાટિયા ,અંબારામ પશાભાઇ પ્રજાપતિ, કાળુજી બાદરજી ઠાકોરે બીમારીથી કણસતી ગર્ભવતી શ્વાન પર નજર પડતા ઇકો ગાડી લાવીને તાત્કાલિક પાલનપુર યશ ડોમેસ્ટીક ક્લિનિક ખાતે લઇ જવામાં આવી હતી. ત્યાંના પશુ ચિકિત્સક રમેશભાઈ અસારીયા દ્વારા ઓપરેશન કરી ગર્ભ માંથી છ ગલુડીયાને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. અબોલ શ્વાનને બચાવી લેવામાં આવી હતી.મેમદપુર ગામના સેવાભાવી યુવાનો દ્વારા માનવતા દર્શાવીને અબોલ ગર્ભવતી શ્વાનને એક નવું જીવનદાન અપાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડીને માનવતાના દર્શન કરાવતા વડગામ પંથકના લોકોએ આ સેવાભાવી યુવાનોની કામગીરીને બિરદાવી હતી.પશુ ચિકિત્સક રમેશભાઇ અસારીયા દ્વારા પણ હોસ્પિટલનું બીલ રૂ.૧૦૦૦૦ જેટલું થવા છતાં માત્ર રૂ.૩૦૦૦ લઇને દવાનો એક રૂપિયો લીધો ન હોતો. આમ તબીબ દ્વારા પણ માનવતા દાખવી હતી. સાંપ્રત સમયમાં મેમદપુરા ગામના પશુ પ્રમી યુવાનો દ્વારા અબોલ જીવને નવજીવન બક્ષવાની પ્રવૃતિની લોકો એ ભારે સરાહના કરી હતી.