પાદરા, તા.૫ 

પાદરામાં કોરોના બેકાબુ બની ગયો છે. રવિવારે સતત ચોથા દિવસે પણ વધુ સાત કેસ સાથે કોરોનાના કુલ કેસ ની સંખ્યા ૧૪૪ થવા પામી છે જેમાં પાદરા શહેરમાં છ અને એક કેસ ગ્રામ્ય વિસ્તાર માં નોંધાવા પામ્યો છે.

પાદરામાં કુદકે ને ભૂસકે રોજે રોજ નવા વિવિધ વિસ્તારોમાં કરોના સંક્રમણ ના કેસો વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પાદરા ને રામ ભરોસે છોડી મુક્યું છે. પાદરા માં કોરોના ના સૌથી વધુ દર્દીઓ છેલ્લા ચાર દિવસ થી નોંધાઈ રહ્યા છે જયારે પાદરા ના અનેક લોકો ખાનગી હોસ્પટલ માં સારવાર લઇ રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ વ્યક્તઓને ક્વોરેનટાઈન નહિ કરવામાં આવતા પાદરામાં કોરોના સંક્રમન નો વ્યાપ કુદકે ને ભૂસકે વધી રહ્યો છે.

પાદરામાં સવાર પડતાની સાથે જાહેર માર્ગ વાહનો તેમજ રાહદારીઓ થી ધમધમતા જોવા મળી રહે છે જયારે સરદાર પટેલ શાક માર્કેટ પાસે વહેલી સવારના સરકારની ગાઈડ લાઈન માસ્ક સોસીયલ ડીસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળે છે. અનલોક ૧ અને ૨ માં કોરોના પોઝીટીવ ની સંખ્યા ૧૪૪ સુધી પહોચી છે. અનલોક ૧ તથા ૨ ના સમય ગાળામાં કોરોના પોઝીટીવ કેસ ની સંખ્યામાં ૨૦૦ ટકા નો ઉછાળો થયો છે.