ન્યુયોર્ક-

ગુરુવારે રાત્રે ઘણી અમેરિકન ટીવી ચેનલોએ અચાનક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું લાઇવ કવરેજ બંધ કર્યું. ટીવી ચેનલોએ આરોપ લગાવ્યો છે કે પ્રમુખ ટ્રમ્પ ચૂંટણીમાં મળેલી હારને જોતા અને ચેનલો દ્વારા ખોટી માહિતી આપી રહ્યા હોવાના આધારે અનેક બનાવટી આક્ષેપો કરી રહ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પહેલું જાહેર સંબોધન હતું.

17 મિનિટના પોતાના સંબોધનમાં ટ્રમ્પે ઘણા નિરાધાર દાવાઓ અને ઉશ્કેરણીજનક વાતો કરી હતી. તેમણે આગ્રહ રાખ્યો કે ડેમોક્રેટ્સ "ગેરકાયદેસર મતો" નો ઉપયોગ કરીને "અમારી પાસેથી ચૂંટણી ચોરી" કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના હરીફ અને ડેમોક્રેટના ઉમેદવાર જો બાયડેન ચૂંટણીના મેદાનમાં વિજય માટે ભાગદોડમાં છે.

એમએસએનબીસી ટીવી ચેનલના એન્કર બ્રેન વિલિયમ્સે લાઇવ કવરેજ દરમિયાન દખલ કરતાં કહ્યું, "સારું, અહીં અમે યુએસ પ્રમુખના લાઇવ ટેલિકાસ્ટને જ વિક્ષેપિત કરી રહ્યા છીએ, પણ તેમની વાતને સુધારી રહ્યા છીએ." આ પછી, નેટવર્ક તરત જ રાષ્ટ્રપતિનો લાઇવ પ્રોગ્રામ બંધ કરી દીધો. આ ચેનલ સિવાય એનબીસી અને એબીસી ન્યૂઝે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો લાઇવ પ્રોગ્રામ પણ બંધ કર્યો હતો. સીએનએનના જેક ટેપરે કહ્યું, "યુનાઇટેડ સ્ટેટ્સના લોકો માટે તે દુ:ખ ની રાત હતી, જ્યારે લોકોએ રાષ્ટ્રપતિનો ચૂંટણી ચોરીના ખોટા આરોપો લગાવતા જોયા હતા. રાષ્ટ્રપતિ સતત જુઠ્ઠુ બોલતા રહ્યા જેના તેનમની પાસે કોઈ પુરાવા નહતા ફક્ત હસતાં હસતાં જૂઠ્ઠાણું બોલ્યા હતા જે અફસોસનીય છે.