મેડ્રિડ

લિયોનેલ મેસ્સીને કારકિર્દીની 900 મી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.સેવિલાએ કોપા ડેલ રે સેમીફાઇનલનાં પ્રથમ ચરણમાં બાર્સેલોનાને ૨-૦થી માત આપી. મેસ્સીએ સ્કોર મેળવવાની થોડી તકો ગુમાવી, તેનો લાભ લઈને સેવિલાએ સતત આઠમી જીત નોંધાવી. તેના માટે, પહેલા હાફમાં જ્યુલ્સ કોનડે અને બીજા હાફમાં ઇવાન રેચિચે ગોલ કર્યા. બીજો લેગ 27 ફેબ્રુઆરીએ રમવામાં આવશે. એથલેટિક બિલબાઓનો બીજી સેમિફાઇનલમાં લવન્ટે સામે ટકરાશે