સુરત

કહેવાતા સ્માર્ટ સિટી સુરતમાં ગટરનાં પાણીથી લોકો પરેશાન છે.શહેરનાં વરાછા વિસ્તારમાં ગટરનાં પાણીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.સ્વચ્છ સુરતના બણગાં ફૂંકતા ભાજપના અને આપના નેતાઓ સામે લોકોમા રોષ ભભૂકી ઉઠ્યો છે.ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યુ છે.આ વાત એક કે બે દિવસની નથી પરંતુ  ગટરના ગંદા પાણીની સમસ્યા છેલ્લા 10 દિવસથી યથાવત છે.


સ્થાનિક લોકોનું કહેવુ છે કે ભાજપના કે આપનાના નગર સેવક કોઈ આ સમસ્યાનું નિરાકરણ કરવા કે જોવા પણ આવતું નથી.ચૂંટણી દરમિયાન મતો માંગવા આવતા હતા હવે કોઈ દેખાતું નથી તેવો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.શહેરનાં બરોડા પ્રિસ્ટેઝ પાસે આવેલ બીપી કંપાઉન્ડમાં ગટરના પાણીની રોજની સમસ્યા છે.જેથી રોગચાળા ફેલાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.


લોકો દ્વારા મહાનગરપાલિકામાં અનેક વખત  રજૂઆત કરવામાં આવી છે પરંતુ આનું નિરાકરણ ન લાવતા છેલ્લા ૧૦ દિવસથી સ્થિતિ આમની આમ જ  જોવા મળી રહી છે.આ જોવા એવુ લાગે છે કે કોરોના કાળમાં સુરત એસેમસી વધુ એક રોગચાળાની રાહ જોઇ રહ્યુ છે.દંડ લેવામાં ઉતાવળું એસેમસી પ્રજાની આ સમસ્યાનું નિવારણ ક્યારે લાવશે?તેની લોકો રાહ જોઇ રહ્યા છે.