વડોદરા, તા.૨૮ 

શહેર નજીક રતનપુર ગામની પ્રાથમિક શાળામાં આવી ગયેલી શાહુડીને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવી હતી. જ્યારે ગોત્રી કંન્સ્ટ્રક્શન સાઇટના ખાડામાં પડી ગયેલા બે કૂતરા અને વાસણા ભાયલી રોડ કન્સ્ટ્રક્શન સાઇટના ખાડામાં પડી ગયેલ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારને રતનપુર ગામની ભારત નગર શાળામાંથી ફોન આવ્યો હતો કે એક શાહુડી રાત્રિ દરમિયાન રોજ આવે છે અને આખુ સેનિટેશન પાયામાંથી ખોદી નાખી કાયમી રહેઠાણ બનાવી લીધું છે. જેતી સંસ્થાના યુવરાજસિંહ રાજપુત, એલ્વિન અને વનવિભાગના શૈલેષ રાવલ સ્થળ પર પહોંચી પાંજરૂ ગોઠવ્યું હતું જેમાં શાહુડી પુરાઇ જતા રેસ્ક્યુ કરી વનવિભાગને સુપ્રત કરાઇ હતી.

જ્યારે ગોત્રી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટના ૫૦ ફૂટ ઉંડા ખાડામાં બે શ્વાન પડી ગયાની જાણ થતાં ગુજરાત એસ.પી.સી.એ. ના કાર્યકરો તુરંત દોડી ગયા હતા અને ૪ કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢી છોડી દેવામાં આવ્યા હતા. ઉપરાંત વાસણા-ભાયલી રોડ પર એક કન્સ્ટ્રક્શન સાઇટના ખાડાામં પડી ગયેલ બિન ઝેરી કિલબેક સાપને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવાામં

આવ્યો હતો.