વડોદરા,તા.૨૧  

વડોદરા મહાનગર પાલિકાના કાઉન્સિલર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ પાલિકામાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા પર પુનઃ વિચારણા કરવા માટે પાલિકાના કમિશ્નરને પાત્ર લખ્યો છે.તેઓએ આ પત્રમાં જણાવ્યું છે કે, આ માટે પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં અંતિમ તારીખ ૨૨ ઓગસ્ટ છે.તેઓએ ૨૦૧૯માં આજ હોદ્દાએ માટે આપેલ જાહેરાતમાં જે લાયકાતો માગવામાં આવી હતી.એનો ઉલ્લેખ કર્યો છે.જેના આધારે જે તે સમયે પ્રક્રિયાઓ કરીને જે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સાંભળે છે.તેઓની નિમણુંક કરવામાં આવી હતી.હાલમાં આ બિનઅનામતવાળીબીજી જગ્યા ભરવાને માટે આપેલ જાહેરાતમાં લાયકાતમાં ફેરફારો કરાયા છે.ત્યારે એકજ પોસ્ટને માટે બે જગ્યા માટે જુદાજુદા ભરતી નિયમો કેમ ?એવો પ્રશ્ન ઉઠાવ્યો છે.પાલિકાના સામાન્ય વહીવટ વિભાગે આ નિયમો બનાવતી વખતે મહત્વની બાબતોને નજર અંદાજ કરી છે.આમાં ફાયર સર્વિસીસને લગતી કેડરમાં ફરજ બજાવી હોય એવો ઉલ્લેખ છે.પરંતુ કયા પ્રકારની ફરજો એનો ઉલ્લેખ નથી.જે અયોગ્ય છે.આમાં શબ્દોની રમત રમીને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ નહિ.જે ભવિષ્યની દ્રષ્ટિએ નુકશાનકર્તા છે.આમાં ૨૦૧૯ના આરઆરમાં પણ ધડ્‌મુળથી ગોઠવણરૂપી ફેરફારો કરાયા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર એન્જીનીયર્સ (ઇન્ડિયા)ને ૨૦૧૩માં અમાન્ય ઠરાવવામાં આવી છે.જેને નજર અંદાજ કરાયું છે.તેમજ એનો ઉલ્લેખ આરઆરમાં કરવામાં આવ્યો છે.આ બાબતોને ધ્યાનમાં રાખીને હાલની જાહેરાતના સંદર્ભમાં આગળની કાર્યવાહી ન કરી સ્થગિત કરવાની માગ કરી છે.