શામળાજી-

રાજસ્થાનમાં છેલ્લા ૧૫ દિવસથી શિક્ષક ભરતીના મામલે આંદોલન થઇ રહ્ય્šં છે. આ ભરતી આંદોલનમાં ઘણું આક્રામક બન્યું છે, વાહનો સળગાવી દેવા પેટ્રોલપંપ ઉપર હુમલાથી માંડી ફરજ પરના સરકારી કર્મીઓ ઉપર ભારે પથ્થરમારાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રાજયના સરહદી વિસ્તારમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આ આંદોલનના પ્રત્યાઘાતો ન પડે તેથી બોર્ડરો પર પણ પ્રત્યાઘાત પડી રહ્યાં છે.

આંદોલનને પગલે નેશનલ અરવલ્લીનાં હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા. પરંતુ ડાયવર્ટ કરાયેલા આ માર્ગો પર જવા માટે અનેક કિલોમીટર ફરીને જવું પડે તેવી હાલત થઇ છે. હાલ અરવલ્લીનાં હાઇવે સૂમસામ બન્યા છે અને હાઇવેની હોટલો પર હજારો ટ્રકોનો જમાવડો થયો છે. આ સાથે અમદાવાદ ઉદેપુર હાઇવે છેલ્લા ૩૬ કલાકથી બ્લોક છે. ત્યારે ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. જાેકે, આ આંદોલનની કોઈ અસર જિલ્લાના સરહદી વિસ્તારમાં નહી હોવાનું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું પોલીસવડાએ જણાવ્યું હતું.

ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ સંખ્યાબંધ વાહનોઓ સળગાવી દીધા છે. જેના કારણે શામળાજી પોલીસ ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં લાગી છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરીને ભિલોડા વાયા અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે ૮ બંધ કરી દેવામાં આવતા અનેક વાહનચાલકો અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. એનએચ ૮ પર વાહનોનો જમાવડો થઈ ગયો છે અને લાંબી કતાર લાગી છે. આ પરિસ્થિતિને કારણે અનેક લોકો અટવાયા છે.