દિલ્હી-

એસબીઆઈ કાર્ડના બીજા ક્વાર્ટરના પરિણામો આવી ગયા છે. આ ક્વાર્ટરમાં કંપનીને નફામાં મોટું નુકસાન થયું છે. આને કારણે, શેરબજારમાં વેચાણનું વાતાવરણ છે. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન એસબીઆઈ કાર્ડના શેરમાં 7 ટકાનો ઘટાડો થયો હતો અને તે 790 રૂપિયા પર હતો.

તાજેતરના આંકડા દર્શાવે છે કે એસબીઆઈ કાર્ડનો નફો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 46 ટકા ઘટીને 206 કરોડ રૂપિયા રહ્યો છે. પાછલા નાણાકીય વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 381 કરોડ રૂપિયા હતો. જો કે, આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થયો છે અને કુલ આવક છ ટકા વધીને રૂ. 2,513 કરોડ થઈ છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 2,376 કરોડ હતું.  એસબીઆઈ કાર્ડનો પ્રમોટર દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. કંપનીના એક્ટિવ કાર્ડ્સની સંખ્યા 16 ટકા વધીને 1.10 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 95 લાખ હતું. 

ઇક્વિટોઝ સ્મોલ ફાઇનાન્સ બેંક (એસએફબી) ની પ્રારંભિક જાહેર ઓફરિંગ (આઈપીઓ) બોલીના છેલ્લા દિવસે સબ્સ્ક્રિપ્શનમાં 1.95 ગણી પ્રાપ્ત થઈ છે. નેશનલ સ્ટોક એક્સચેંજ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કંપનીએ તેના આઈપીઓ હેઠળ રૂ. 517 કરોડના 11,58,50,001 શેરો વેચવાની ઓફર કરી હતી. જ્યારે તેને 22,57,94,250 શેરો માટે બિડ મળી છે.