આઇસીસીના ચેરમેન શશાંક મનોહરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તે 2 વખત બે-બે વર્ષ સુધી આ પદ પર રહ્યા છે. આઇસીસીએ એક નિવેદન જાહેર કરી આ વાતની જાણકારી આપી છે. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે આઇસીસી બોર્ડે બુધવારે બેઠક કરી હતી અને આ વાત પર સહમતિ વ્યક્ત કરી હતી કે મનોહરના ઉત્તરાધિકારી પસંદ થવા સુધી ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા તમામ જવાબદારી સંભાળશે.

આઇસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી મનુ સાહનીએ કહ્યું, આઇસીસી બોર્ડ, સ્ટાફ અને પુરા ક્રિકેટ પરિવાર તરફથી હું શશાંકનો તેમના નેતૃત્વ માટે અને આઇસીસી ચેરમેન રહેતા તેમણે જે કર્યુ તેની માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. અમે તેમણે અને તેમના પરિવારને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ. મનુ સાહનીએ કહ્યું, આઇસીસી બોર્ડમાં દરેક કોઇ શશાંક તેમના સમર્પણ માટે તેમનો આભાર માને છે. તે ક્રિકેટ અને આઇસીસીને એક સારી સ્થિતિમાં છોડીને જઇ રહ્યા છે.

આગામી ચેરમેનના ચૂંટણીની પ્રક્રિયા આગામી અઠવાડિયમાં આઇસીસી બોર્ડની મંજૂરી મળી શકે છે. ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી આઇસીસી ચેરમેન પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન કોલિન ગ્રેવ્સ મુખ્ય દાવેદાર છે. બીજી તરફ ગાંગીલીની દાવેદારી આ વાત પર નિર્ભર કરે છે કે સુપ્રીમ કોર્ટ તેમણે લોઢા સમિતીની ભલામણો હેઠળ અનિવાર્ય બ્રેકમાં છૂટ આપીને બીસીસીઆઇ અધ્યક્ષ પદે બન્યા રહેવાની તક આપે છે કે નથી આપતી.