વડોદરા, તા. ૨૧

દસ વર્ષિય મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરે વડોદરાની નામાંકિત ૧૫૦ વર્ષ જૂના પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર, દાંડીયાબજાર ખાતે કોચ વિલાસ પારકર , જીત સપકાળ અને અમેય પવારના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. તેઓએ ે તાજેતરમાં યોજાયેલ ૩૬માં નેશનલ ગેમ્સ અંતર્ગત મલ્લખંબમાં રાજયની ટીમમાં પંસદગી પામીને તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. તે સિવાય હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા વિજ્ઞાન ભવન , નવી દિલ્હી ખાતે યોજાનાર એવોર્ડ સમાંરભમાં મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. માત્ર દસ વર્ષની નાની ઉંમરમાં મોટી સિધ્ધી મેળવતા પરીવારજનો , પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર સંસ્થા તેમજ સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યુ હતું.