મુંબઈ,

એક્ટર-ફિલ્મમેકર શેખર સુમને સુશાંત સિંહ રાજપૂતના નિધનને લઈ CBI તપાસની માગણી કરી છે અને તેને લઈ એક ફોરમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. શેખર સુમને એમ પણ કહ્યું હતું કે એવા પ્રયાસો કરવા જાઈએ કે ભવિષ્યમાં આવી દુઃખદ ઘટના ના બને. શેખરે ટ્‌વીટમાં કહ્યું હતું, ‘આ બિલકુલ સ્પષ્ટ છે. જા માની લેવામાં આવે કે સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કર્યું છે તો તેના જેવી સ્ટ્રોંગ,

દૃઢ ઈચ્છા શકિત ધરાવતી તથા બુદ્ધિશાળી વ્યકિત જરૂરથી સુસાઈડ નોટ મૂકીને જાત. અન્ય લોકોની જેમ જ મારું દિલ પણ કહે છે કે જે પણ દેખાય છે તેનાથી વાત ઘણી જ ગંભીર છે. શા માટે બિહારી જ? જાકે, અન્ય રાજ્યોમાં પણ આવું ના બને અને બીજા સુશાંત ના થાય તે માટે આપણે પ્રયાસો કરવા જાઈએ. અન્ય એક ટ્‌વીટમાં શેખર સુમને કહ્યું હતું, હેશટેગ સાથે એક ફોરમ બનાવી રહ્યો છું. જ્યાં હું તમામને પ્રાર્થના કરું છું કે સરકાર પર દબાણ કરો કે સુશાંતના નિધનની સીબીઆઈ તપાસ થાય. આ પ્રકારની હેરાનગતિ તથા ગેંગબાજી બંધ થાય અને માફિયાનો અંત આવે. હું તમામનો સપોર્ટ માગું છું. આ પહેલાં શેખરે ટ્વીટર પર બોલિવૂડ સેલેબ્સ પર નિશાન સાધ્યું હતું.

તેમણે ટ્‌વીટ કરી હતી, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિંહ બનતા લોકો સુશાંતના ચાહકોના ડરથી ઉંદર બનીને દરમાં છુપાઈ ગયા છે. બનાવટી ચહેરો ખુલ્લો પડી ગયો. પાંખડી લોકો જાહેર થઈ ગયા. બિહાર અને ભારત ત્યાં સુધી ચૂપ નહીં બેસે જ્યાં સુધી દોષીતોને સજા નથી મળતી. બિહાર જિંદાબાદ..’ શેખરે ટ્વીટર પર સુશાંતને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે એક નવ યુવાનનું મૃત્યુ થયું. તે મારા વતન પટનાથી હતો અને ‘ઝલક દિખલા જા’માં મારો પ્રેમાળ સ્પર્ધક પણ હતો. હું ઈચ્છત કે તું તારા દુશ્મનો સામે લડ્યાં હોત..ભગવાન સુશાંત સિંહ રાજપૂતની આત્માને શાંતિ આપે.