આણંદ, તા.૧૮ 

ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય અને પ્રાણી પ્રત્યેનો સબંધ આદિકાળથી બંધાયેલો છે અને પ્રાણીઓની જાળવણી અને જતન એ આપણી નૈતિક ફરજ છે. તેથી તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કાૅલેજ ઓફ એન્જિનયરિંગના એનએસએસ સેલના નેજા હેઠળ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવના કેળવાય અને તેમને રક્ષણ મળી રહે તે હેતુથી શ્વાનને રિફ્લેક્ટિવ કોલર બાંધવામાં આવ્યા હતા. આ કોલર બાંધવામાં આવે તો તેનાં થકી પ્રકાશ રિફ્લેક્ટ થાય છે, જેનાં કારણે રખડતા કૂતરાઓને રક્ષા કવચ મળી રહે છે.. રાત્રી દરમિયાન વાહન ચલાવતા લોકો અકસ્માતથી બચી શકે છે. વધુમાં આવી પ્રવૃત્તિનું આયોજન કરવાની પ્રેરણા રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રીટ એનિમલ્સ ફાઉન્ડેશન દ્વારા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેક એન્જિનયરિંગ કોલેજના વિવિધ વિભાગોના એનએસએસ સંયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરોક્ત કાર્ય માટે સંસ્થાનાં ચેરમેન ગીરીશભાઈ પટેલ, સેક્રેટરી શીતલભાઈ પટેલ તથા કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર ડો.સ્વપ્નિલ પટેલ, આચાર્ય ડાૅ.(પ્રો )પૌલોમી વ્યાસ તેમજ ઇન્ચાર્જ આચાર્ય પ્રો.ધવલ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા.