ધનસુરા : રાજ્ય સરકારની મહિલા વિધવા સહાય યોજના અંતર્ગત શીકા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા શીકા, હિન્દુપુરા, રામનગર નાની ગુજેરી,મોટી ગુજેરી જેવા ગામોમાં ૨૧ જેટલા હુકમોનું ઘરે ઘરે વિતરણ શીકા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બિંકલબેન વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.વિધવા સહાય યોજના રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક સહાય મળી રહે તે હેતુથી કાર્યરત છે.આ વિધવા સહાય યોજના અંતર્ગત ત્રિજા તબક્કામાં શીકા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા તમામ ગામોમાં ૨૧ જેટલા હુકમોનું શીકા ગૃપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બિંકલબેન પટેલે ગામોના તમામ મહિલાઓના ઘરે ઘરે જઈ રૂબરૂ વિતરણ કર્યું હતું.જ્યારે બાકી રહી ગયેલા તમામ હુકમો જલ્દીથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયે મળશે તેવી પણ ખાત્રી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે અરવલ્લી જિલ્લાના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, ધનસુરા મામલતદાર ચેતનસિંહ ઝાલા,તથા રેવન્યુ તલાટી કૃણાલભાઈનો શીકા ના ડેપ્યુટી સરપંચ બિંકલબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.