મુંબઈ-

ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદનના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાણેએ ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદીત નીવેદન આપ્યુ હતુ. જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કરી હતી. રાણેએ ભાજપની જનઆર્શીવાદ યાત્રા દરમિયાન રાયગઢમાં આ નિવેદન આપ્યુ હતુ જેને કારણે વિવાદ થયો છે. આ નિવેદન બાદ શિવસેનાના સમર્થકો ખૂબ રોષે ભરાયા હતા. જેમાં મુંબઈ સહિત અનેક જગ્યાએ રાણે વિરુદ્ધ શિવસેના દ્ધારા પોસ્ટરો લગાવાયા છે. નાસિક ખાતે આવેલી ભાજપની ઓફિસ પર શિવસૈનિકો દ્ધારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

નારાયણ રાણે વિરુદ્ધ પુણે, નાસિક, મહાડમાં FIR નોંધવામાં આવી છે, રાણે વિરુદ્ધ IPC ૧૫૩, ૧૮૯, ૫૦૪, ૫૦૫,(૨) અને ૫૦૬ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આ પછી નાસિક પોલીસ રાણેની ધરપકડ માટે રવાના થઈ ચૂકી છે. શિવસેના દ્ધારા નારાયણ રાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાણેના વિરોધમાં શિવસેનાએ મુંબઈના દાદર સહિત વિવિધ વિસ્તારોમાં ‘મરધી ચોર’ના પોસ્ટર લગાવ્યા છે. શિવસેનાના વિરોધને જોતા મુંબઈમાં નારાયણ રાણેના જૂહૂ ખાતે આવેલા નિવાસસ્થાન બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આહી ઉલ્લેખનીય છે કે સોમવારે ૨૩ ઓગસ્ટે મહાડમાં પત્રકાર પરિષદ દરમિયાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ, જેમાં તેમણે કહ્યુ હતુ કે ‘જો તે ત્યાં હોત તો કાનની નીચે થપ્પડ મારી દીધી હોત.’ આન નિવેદન બાદ શિવસેના રોષે ભરાઈ છે. જોકે આજે મુંબઈ ખાતે શિવસેના અને બીજેપી આમને સામને આવી ગયા હતા. ઘટનાની ગંભિરતા જોતા એક સમયે પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. અને હળવો લાઠીચાર્જ કર્યો હતો.