દિલ્હી-

સમગ્ર દુનિયાના દેશો ​​​​​કોરોનાની મહામારીના ઝપેટમાં છે અને પોતાની રીતે કોરોના સામે લડત લડી રહ્યા છે. કોરોના મામલે નોર્થ કોરિયાની વાત કંઈક અલગ જ છે. તાનાશાહ કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના વાયરસને રોકવા માટે ચીન તરફથી આવનાર વ્યક્તિને ઠાર મારવાનો આદેશ આપ્યો છે.

સાઉથ કોરિયામાં તૈનાત અમેરિકન સેનાના કમાન્ડરે શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થ કોરિયાની નબળી આરોગ્ય સેવાઓ રોમહામારી સામે લડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. કોરોના વાયરસના ફેલાવા બાદ કિમે અત્યાર સુધી દેશમાં કોરોનાના એક પણ કેસની પુષ્ટિ કરી નથી. એટલું જ નહીં નોર્થ કોરિયાએ કોરોનાને રોકવા માટે ચીનની સરહદ જાન્યુઆરીમાં જ બંધ કરી દીધી હતી. જુલાઈમાં નોર્થના અધિકારીઓએ કહ્યું હતું કે, ઇમરજન્સીને સર્વોચ્ચ સ્તર પર લઇ જવામાં આવી છે.