માંડવી

માંડવી નગર અને તાલુકામાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં લઈ વ્યાપારી મંડળ દ્વારા સ્વૈચ્છીક બપોરે ૦૩ઃ૦૦ વાગ્યા પછી પોતાની દુકાનો બંધ રાખવાનું જણાવાયું હતું. જેનાં પ્રતિસાદ રૂપે તમામ વ્યાપારીઓ દ્વારા કોઈ પણ દાબ દબાણ વગર પોતાની કપડા, અનાજ, સ્ટેશનરી, ઓટો પાર્ટ્‌સ, અનાજ કારીયાણા, ફળ ફળાદી, શાકભાજી જેવી દુકાનો બંધ રાખવામાં આવી હતી. જ્યારે હોટેલ, ખાવાની લારીઓ, મેડિકલ સ્ટોર તથા દૂધ વિક્રેતાઓને દુકાનો ચાલુ રાખવાની છૂટ આપતા તેઓ દ્વારા પોતાની દુકાનો ચાલુ રાખવામાં આવી હતી. વ્યાપારી મંડળ દ્વારા જાહેર કરાયેલા સ્વૈચ્છીક બંધને નગરનાં તમામ વ્યાપારીઓનો સહકાર મળતા સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. માંડવી નગર અને તાલુકામાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.