રાજકોટ, મનપાની ટાઉન પ્લાનીંગ, ટેકસ, આરોગ્ય સહિતની શાખાનું વન વીક, વન રોડ અભિયાન મંગળવારના રોજ વોર્ડ નં.૧૦ના યુનિ. રોડ પર પહોંચ્યું હતું. જેમાં પાર્કિંગ અને માર્જીનમાં રહેલા દબાણોને નોટીસ આપ્યા બાદ ટીપી શાખાએ મગળવારના રોજ કુલ ૫૪ કોમ્પ્લેક્ષ, દુકાનો અને શોરૂમ બહારથી માર્જીનના દબાણો તોડી પાડયા હતા. ૯ જગ્યાએ ઝીરો લેવલ પાર્કિંગ કરાવીને વાહનો પાર્કિંગની જગ્યામાં જઇ શકે તેવી વ્યવસ્થા કરાવી હતી. સવાણી કિડની હોસ્પિટલથી કોટેચા ચોક સુધી ધમધમતા વિસ્તારમાં ખાણીપીણીના ધંધાર્થીઓથી માંડીને મોટા દુકાનદારોને ત્યાં કરવામાં આવેલી કામગીરીથી ફફડાટ મચ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે વેસ્ટ ઝોન વિસ્તારના યુનિ. રોડ રોડ પર દબાણ હટાવની ડિમોલીશનની કામગીરી, ફૂટપાથ અને રોડ સમારકામ, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા, કચરાપેટી ન રાખતા, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સુંદર દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવ્યાનું મનપાએ જણાવ્યું છે. કમિશ્નર અમિત અરોરાની સુચનાથી ટીપીઓ એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજની ઝુંબેશમાં પાર્કિંગ ખોલવા માટે ખાસ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં યુનિ. રોડ પર હોટલો, સલુન, ખાણીપીણીની દુકાનો અને હોટલો, જવેલર્સ, મોબાઇલ શોરૂમ, યુનિ. પોસ્ટ ઓફિસની દિવાલ, ગેરેજ, સોની સમાજની વાડી વગેરે જગ્યાએથી ૧૨ મીટરથી માંડી ૪૦ મીટરના દબાણ હટાવવામાં આવ્યા હતા. અનેક જગ્યાએ માર્જીનમાં કેબીન, ફ્રેમ, પતરા, પાળી, એન્ગલ સહિતના બાંધકામો ખડકાયા હોય તે હટાવવામાં આવ્યા હતા. ઝીરો લેવલ પાર્કિંગનો ખાસ અમલ કરાવવામાં આવ્યો હતો.જે જગ્યાએ પાર્કિંગ-માર્જીનના દબાણ તોડવામાં આવ્યા તેમાં ભોલે ફ્રુટ સેન્ટર, મનાલી જયુસ, રશ્મી બ્યુટી સેન્ટર, ડિલકસ પાન, આનંદ ફૂડસ, રોનક મોબાઇલ, દ્વારકાધીશ હોટલ, આશાપુરા રેસ્ટોરન્ટ, બાર્બર સલુન, આશાપુરા પાન, ભારત ફાસ્ટ ફૂડ, જય દ્વારકાધીશ પાન, કૈલાસ ફરસાણ, રાજ શકિત ફરસાણ, કુમાર હેર આર્ટ, ગાત્રાળ ટી સ્ટોલ, પીના જવેલર્સ, ચામુંડા લચ્છ, શ્રીનાથજી પ્રોપર્ટી, નારાયણ ઢોસા, ડી જવેલર્સ, મેગસન પ્રા.લી., મોમાઇ હોટલ, મહાદેવ રેસ્ટોરન્ટ, બંસી પાન, માટેલ પાન, પટેલ ઓટો, જલારામ નાસ્તા હાઉસ, યુનિ. પોસ્ટ ઓફિસ, શાંતિ હાઇટસ, શિવ શકિત ચાઇનીઝ, જલારામ અલ્પાહાર, ચેતક ઓટો, ઓસન ઝેરોક્ષ, ધનરાજ પાન, કિસ્મત ઓટો, દ્વારકાધીશ ટી સ્ટોલ, મધુરમ હાર્ડવેર, ઇગલ ઓટો, રીયલ સેલ, સોની સમાજની વાડી, સિગ્મા ટાયર, ચશ્માનો શોરૂમનો સમાવેશ થાય છે.