મુંબઇ

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આ દિવસોમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. પ્રિયંક શર્મા  અને શાજા મોરાનીએ તાજેતરમાં માલદિવ્સમાં લગ્ન કર્યા. કઝિનના લગ્નમાં શ્રદ્ધા કપૂરે ખૂબ જ મસ્તી કરી. શ્રદ્ધાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પરંપરાગત અવતાર સાથે પાઘડી પહેરીને જુલૂસ સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.


વીડિયોમાં શ્રદ્ધાએ ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ પિંક કલરની પાઘડી પહેરીને સનગ્લાસ પહેર્યો હતો. તે તેના પરિવારના સભ્યો સાથે ખૂબ મસ્તી કરી રહી છે. શ્રદ્ધાનો આ બારાતી ડાન્સ વીડિયો વાયરલ થયો છે.

શ્રદ્ધાએ આ વર્ષ તેના પરિવાર અને ખાસ મિત્રો સાથે ઉજવ્યો છે. શ્રદ્ધાના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પરિવાર સાથે નૃત્ય કરતી જોવા મળી રહી છે.

શ્રદ્ધા કપૂરના વાયરલ વીડિયોમાં તે તેની ફિલ્મ સ્ત્રીના કામરિયા ગીત પર પરિવાર સાથે નૃત્ય કરતી જોવા મળી રહી છે. શ્રદ્ધાનો આ વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્રદ્ધા કપૂરની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ટા પણ પ્રિયંક અને શાજાના લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા માલદીવ ગયો છે. શ્રદ્ધાની ફેમિલી ફંક્શનની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં શ્રદ્ધાના પરિવાર સાથે રોહન શ્રેષ્ટા પણ જોવા મળી રહી છે. લગ્ન પહેલાના સમારોહની તસવીરોમાં રોહન અને શ્રદ્ધા એક સાથે પોઝ કરતા જોવા મળ્યાં હતાં.