પોરબંદર, પોરબંદરમાં પૂજ્ય ભાઈ દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલ શ્રીહરિમંદિર તા.૨૧ જૂનના રોજ ર્નિજળા એકાદશીના પાવન દિવસે દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યું છે. કોવિડ૧૯ના સમયમાં દરેક દર્શનાર્થીઓને સાવધાની રાખીને અને નિયમનું પાલન કરીને હરિમંદિરે દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ની મહામારીની બીજી લહેરને કારણે ગત એપ્રિલ મહિનામાં શ્રીહરિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ-૧૯ના કેસોમાં રાહત થતાં સરકારશ્રી દ્વારા પણ કોવિડ ગાઈડલાઇન મુજબ ધાર્મિક સ્થાનોને પુનઃ ખોલવાની સંમતિ આપવામાં આવી છે. આ અનુસંધાને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે શ્રી હરિમંદિર ખોલવાનો ર્નિણય લેવામાં આવેલ છે. દર્શનાર્થીઓ માટેનો સમય સવારથી ૭ઃ૩૦થી બપોરે ૧ઃ૦૦ સુધી અને સાંજે ૪ઃ૩૦થી ૬ઃ૩૦ સુધી રહેશે. તા.૨૧મીના રોજ દર્શનાર્થીઓ માટે શ્રીહરિમંદિર ફરીથી ઉદ્‌ઘાટિત થઈ રહ્યું છે. ર્નિજળા એકાદશીના પરમ પાવન દિવસે પૂજ્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરમાં આંબા મનોરથ ઉત્સવ દર્શન થશે. જેના દર્શનનો સમય સવારથી ૭ઃ૩૦ થી બપોરે ૧ઃ૦૦ સુધી અને સાંજે ૪ઃ૩૦ થી ૬ઃ૩૦ સુધી રહેશે. બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે ઉત્સવ આરતી સંપન્ન થશે.