વડોદરા, તા. ૨૪

વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખે શ્રી કુષ્ણ રસામૃત મહોત્સવનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બેન્ડબાજા , ઢોલ - તાસા અને શરણાઈના સૂરે ભવ્ય પોથીયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા દરમ્યાન ભક્તો કેસરીયા રંગના વસ્ત્રો ધારણ કર્યા હોવાથી સમગ્ર રાજમાર્ગ કેસરીયા રંગથી છવાઈ ગયો હતો.

વાધોડીયા રોડ ખાતે આવેલ શ્રી કુષ્ણધામના આંગણે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખે શ્રી કુષ્ણ રસામૃત મહોત્સવનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. તે સિવાય તમામ ભક્તો કેસરીયા રંગથી સજ્જ થઈને પોથીયાત્રામાં જાેડાયા હતા. આ યાત્રામાં યુવા વૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતીમાં બેન્ડબાજા , ઢોલ - તાસા અને શરણાઈના સૂરે ભવ્ય યાત્રા યોજવામાં આવી હતી.