ભૂજ-

દેશમાં કોરોના વાયરસને કારણે શાળા કોલેજાે બંધ છે. બાળકોના ભણતર પર કોઈ ખરાબ અસર ન થાય તે માટે ઓનલાઇન ભણાવવામાં આવે છે. બાળકો ઘરે જ રહીને મોબાઈલ ફોન અથવા ટેબલેટથી ઓનલાઇન અભ્યાસ કરે છે. જાેકે, ગુજરાતમાં ઓનલાઇન અભ્યાસ દરમિયાન ભાઈ-બહેનનો ટેબલેટને લઈને ઝગડો થતાં ભાઈએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના ભુજ શહેરની છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, પ્રમુખ સ્વામિનગરમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજાનો ૧૫ વર્ષનો પુત્ર મનન દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. કોરોના મહામારીને કારણે શાળા બંધ થતાં તેમણે ઓનલાઇન અભ્યાસ કરવાનું શરૂ કર્યું. મનનની મોટી બહેન પણ ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરે છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મનન અને તેની મોટી બહેન વચ્ચે ઓનલાઇન અભ્યાસ દરમિયાન ટેબલેટ માટે ઝઘડો થયો હતો. જે પછી મનન તેના રૂમમાં ગયો. ગુરુવારે બપોરે તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પરિવારજનો દરવાજાે તોડીને ઓરડામાં પહોંચ્યા અને મનનને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.