રોહિત શેટ્ટીના ડાયરેકશનમાં બનેલી રણવીરસિંહની ફિલ્મ સીમ્બા ઓસ્ટ્રેલિયા અને ફીજીમાં ફરી રિલિઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ૨૦૧૮માં રૂપેરી પડદે આવી હતી. રણવીરે ઈન્સ્ટાગ્રામ ઉપર આ સમાચાર શેયર કર્યા છે. રણવીરે ફિલ્મનું એક રંગબેરંગી પોસ્ટર પણ શેયર કર્યેા છે. કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયા અને ફીજીમાં પણ સિનેમાઘરો મહિનાઓથી બંધ છે જેને હવે ખોલવાની તૈયારી ચાલી રહી છે. સીમ્બા જ્યારે રિલિઝ થઈ હતી ત્યારે તે ઘણી પસંદ આવી હતી અને ટીવી ઉપર હજુ પણ આ ફિલ્મને હિટ જ છે. તેવામાં વિદેશમાં હિન્દી સીનેમાના ચાહકો છે એટલા માટે ફિલ્મને બીજી વખત રિલિઝ કરવામાં આવી રહી છે.