ગાંધીનગર, આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે હતા.. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના ગઢમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવી રહ્યા છે. તેમણે હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર ૬૨ અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી.હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર ૬૨ની મુલાકાત લઇ જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે ન્ઈડ્ઢ લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જાેઈએ. અહીં આવીને મેં જાેયું કે શાળાઓની હાલત કેટલી ખરાબ છે. હું આવવાનો હતો એટલે સાફ-સફાઇ તો કરી છે, પણ એટલી થઇ નથી, સાફ કરવા છતાં જાળિયા અને ગંધકી જાેવા મળી રહીં છે. ગુજરાતના શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં જ શાળાઓની આવી હાલત છે

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ભાજપ સરકારમાં શિક્ષણ સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારના બચાવમાં ભાજપના બે સાંસદોએ દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લઈને તેના વીડિયો વાયરલ કરીને દિલ્હીની કહેવાતી વર્લ્‌ડ ક્લાસ સ્કૂલ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ગુજરાત સરકારની શાળાઓની સ્થિતિના બચાવમાં ભાજપના સાંસદોએ વળતો પ્રહાર કર્યો હતો. આમ ગુજરાત અને દિલ્હીની શાળાઓ મામલે ભાજપ અને ‘આપ’ આમને સામને આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બની રહી છે. આજે ગુજરાતના શિક્ષણને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મનીષ સિસોદિયાએ ટ્‌વીટ કરીને ૨૭ વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહેલી ભાજપે ગુજરાતના લોકોને કેવી સરકારી સ્કૂલો આપી છે?, તેની એક ઝલક જુઓ. તેમ જણાવ્યું હતું. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીના જ વિધાનસભા મત વિસ્તાર ભાવનગર પશ્ચિમમાં મેં આજે બે સ્કૂલોનો પ્રવાસ કર્યો. ગુજરાતના શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં જે શાળા છે ત્યાં ટોયલેટ એવા છે, તમે એક મિનિટ પણ ઉભા રહી શકો નહીં. અહીં ટીચર કઈ રીતે સાત કલાક શાળામાં રહીને બાળકોને ભણાવશે? વાલીઓએ કહ્યુ હતું કે, બાળકો કે ટીચર્સને ટોયલેટ જવાનું હોય તો તે ઘરે જતા રહે છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ટ્‌વીટ કર્યો છે.

સોશિયલ મીડિયામાં મનીષ સિસોદિયાના ટ્‌વીટ પર મુખ્યમંત્રી કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે- સરકારી શાળાની આ હાલત જાેઈને દુઃખ થાય છે. દેશ આઝાદ થયાના ૭૫ વર્ષ થઈ ગયા. આપણે સારા શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા નહીં. કેમ? બાળકોને સારૂ શિક્ષણ નહીં મળે તો ભારત કઈ રીતે પ્રગતિ કરશે? આવો આપણે વચન લઈએ અને દરેક બાળકને સારૂ શિક્ષણ મળે તે માટે બધા મળીને પ્રયાસ કરીએ.

ભાજપના બે સાંસદો દ્વારા દિલ્હી સરકારની સરકારી શાળાઓની મુલાકાત લઈને તેની સ્થિતિનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. દિલ્હીની ‘આપ’ સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના ગુજરાત પ્રવાસને લઈને દિલ્હીમાં ભાજપના બે સાંસદો પ્રવેશ વર્મા અને રમેશ બિધૂડીએ દિલ્હી સરકારી શાળાઓમાં જઈને ત્યાંની ખરાબ સ્થિતિ અંગેના વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે.

જેના અંતર્ગત ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ દિલ્હીની સરકારી શાળાઓનો વીડિયો પોસ્ટ કરીને કહ્યુ કે, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે શાળા જાેવા, પરંતુ હું તેમને મારા લોકસભા ક્ષેત્રમાં આમંત્રિત કરુ છું, આજે દિલ્હી સરકારની વર્લ્‌ડ ક્લાસ સ્કૂલની હકીકત જણાવવા. તમે ઘર સંભાળી શકતા નથી અને બીજાને સલાહ આપો છો. તેમણે વીડિયો કેપ્શનમાં લખ્યું- દિલ્હી સરકારની વર્લ્‌ડ ક્લાસ સ્કૂલની હકીકત. શાળાઓની સ્થિતિ ખરાબ છે, કેજરીવાલની સરકારી શાળાઓમાં.

ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, તમને દિલ્હી સરકારની વર્લ્‌ડ ક્લાસ સ્કૂલ દેખાડુ છું. તેમણે કહ્યું કે, મનીષ સિસોદિયા ગુજરાત છે. પરંતુ તેમને હું તેની શાળા દેખાડવા ઈચ્છુ છું. જેના વિશે કેજરીવાલ કરોડોની જાહેરાત આપીને દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરે છે અને શિક્ષણનું બજેટ દોઢ ગણું વધારવાની વાત કરે છે, તે પૈસા ક્યાં ગયા? આ ઉપરાંત ભાજપના જ એક અન્ય સાંસદ રમેશ બિધૂડીએ પણ દિલ્હી સરકારની એક સરકારી શાળામાં પહોંચ્યા હતા. અને ત્યાંથી તેમણે તે શાળાની ખરાબ સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને દિલ્હીની કેજરીવાલ સરકારે ગુજરાતની ભાજપ સરકારની શિક્ષણની સ્થિતિ અંગે કરેલા આક્ષેપો સામે વળતો પ્રહાર કર્યો છે.

જિતુભાઈ સરકારી શાળાઓ ચલાવવામાં જ નાપાસ , બાકી તેમના પરિવારની ખાનગી શાળા-કોલેજાે સારી ચાલે છે સિસોદિયા

આમ આદમી પાર્ટી(આપ)ના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ભાવનગરની સરકારી સ્કૂલની મુલાકાત લીધા બાદ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી જિતુભાઈએ મદમાં આવીને કહ્યું હતું કે, ગુજરાતની શાળાઓ સારી છે, જેને સારી ન લાગે તેઓ દિલ્હી જાય. જિતુભાઈના આવા નિવેદન બાદ હું આજે ભાવનગર પશ્ચિમ વિસ્તારની બે સરકારી શાળામાં હું ગયો હતો. જ્યાં દરેક ખૂણામાં કરોળિયાના જાળા હતા તેમજ શિક્ષકો પણ ન હતા. આ સાથે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જિતુભાઈ સરકારી શાળાઓ ચલાવવામાં નાપાસ છે, પરંતુ તેમના પરિવારની ખાનગી શાળા અને કોલેજાે ખૂબ જ સારી રીતે ચલાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટી હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું સ્થાન સ્થાપવા માટેના પ્રયાસો કરી રહી છે.