ઝઘડિયા, ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામ પાસે સરપેશ્વર મહાદેવ મંદિરમાં મહંત રાજગુરુ રાધે બાપુ પૂજાપાઠ કરે છે. મહંત પાસે ફોર્ચ્યુનર ગાડી છે. જેના ડ્રાયવર તરીકે જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પપ્પુભાઈ જૈન છે. ગતરોજ સાંજના સાત વાગ્યે મહંત મંદિરે હાજર હતા, તે વખતે ત્રણ અજાણ્યા માણસો મંદિરે આવેલા અને મહંતને પગે લાગ્યા હતા. અજાણ્યા ઈસમ હોય તેમને પૂછેલું કે ક્યાંથી આવ્યા છો ? તેમ કહેતા તેઓએ રાજપારડીના હોવાનું જણાવેલ. જેથી તેમના ડ્રાઇવર જીતેન્દ્ર ને જણાવેલ કે તારા કોઈ ઓળખીતા છે? તો ડ્રાઈવર જીતેન્દ્ર ના પાડી હતી. મહંતનો ડ્રાઇવર જીતેન્દ્ર મહંતની ફોર્ચ્યુનર ગાડી લઈને જાણ કર્યા વગર મંદિરની બહાર ગયો હતો. જેથી મહંતે ડ્રાઇવરને મોબાઈલ પર ફોન કોલ કર્યા હતા પરંતુ ડ્રાઇવરે રિસીવ કર્યા નહોતા.મહંતે ઉચેડીયા ના સરપંચ મુકેશ વસાવાને જાણ કરતાં તેઓ પણ મંદિરે દોડી આવ્યા હતા. દરમિયાન પ્રીતમ પટેલ, દિનેશપટેલ મહંતને જણાવેલ કે સાંજે સાત વાગ્યે રસ્તા ઉપર બે ફોર વ્હીલ ગાડી હતી તેમાં પાંચ માણસો હતા તે જીતેન્દ્ર સાથે ઝઘડો કરી ગાડી સાથે ઉપાડી ગયા હતા. મહંતુના ઓળખીતા કિરણ ચૌધરીનો રાત્રે ૧૦ વાગ્યે ફોન આવેલો અને મહંતને જણાવેલ કે તમારા માણસ જીતેન્દ્ર પાસે ૧૩.૫ લેવાના બાકી હોય તેને અમો ઉપાડી ગયા છે તમે પૈસા નહીં આપશો તો તેને મારી નાખીશુ તેમ જણાવ્યું હતું. જેથી મહંતે જણાવેલ કે હું પૈસાની વ્યવસ્થા કરું છું તમે ચિન્ટુને મંદિર છોડી જાઓ તેમ કહેતા તેણે તમને મોબાઈલ વોટસએપ ઉપર મારો વ્યારા બ્રાન્ચનો ચેકનો ફોટો મોકલેલ છે જે એકાઉન્ટમાં પૈસા નાખો નહીં તો જીતેન્દ્રને જીવતો છોડીશું નહીં તેવી ધમકી આપી હતી. મહંતે વ્યારાના કિરણ ચૌધરી તથા અન્ય પાંચ ઈસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના પગલે પોલીસે અપહરણ કરનાર કિરણ ચૌધરીનો ફોન ટ્રેક કરી અપહરણકારોને બંને ફોરવ્હીલ સાથે અટકાયત કરી છે. અપહરણકારોમાં યોગેશ , દિકસીન્ગ ચોધરી અને મંગુ વસાવા ,પ્રભાત વસાવા, સુનીલ ગામીત અને કિરણ ચોધરીની પોલીસે અટકાયત કરી છે.