રાજકોટ, હેડ કલાર્ક પેપર લીક કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ ગુજરાત રાજયમાં વધુ એક પેપર ફુટયું છે, ગઈકાલે સામે આવેલી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ઼ સેમેસ્ટર-૩ની ઈકોનોમિક્સ વિષયની પરીક્ષા યોજાઈ ગઈ. જાે કે, સાંજે વિગતો સામે આવી કે સવારે ૧૦ વાગ્યે પરીક્ષા શરૂ થઈ તે પહેલા ૯.૧૧ વાગ્યે જ ઈકોનોમિક્સ વિષયનું પ્રશ્નપત્ર વોટ્‌સએપમાં ફરવા લાગ્યું હતું. આ અંગે પોલીસે બાબરાની એક કોલેજના પ્રિન્સિપાલ, ક્લાર્ક, પ્યુન અને જુદી જુદી કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.સમગ્ર ઘટના ક્રમ જાેઈએ તો ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ શહેર પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, શિક્ષણ સેલના દિગ્વિજસિંહ વાઘેલા, આપના છાત્ર સંગઠનના સૂરજ બગડા વગેરેએ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી ધડાકો ર્ક્‌યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી બી.કોમ઼ સેમેસ્ટર ૩ની પરીક્ષામાં ઈકોનોમિક્સ વિષયની પરીક્ષાનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા જ વોટ્‌સએપ ઉપર ફરતું થઈ ગયું હતુ. પેપર ફુટી ગયાનો દાવો કરતા આપના નેતાઓએ તુરંત કુલપતિને રજૂઆત કરી હતી અને કાર્યવાહીની માંગ કરી પૂરાવાઓ રજૂ ર્ક્‌યા હતા.આ તરફ માહિતી સામે આવતા જ વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો, બીજી તરફ કુલપતિએ પરીક્ષાના જવાબદાર અધિકારીને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપતા ઈન્ચાર્જ રજીસ્ટાર અમિત પારેખ ગત સાંજે જ યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધવા પહોંચી ગયા હતા, જાે કે, આરોપીઓ કોણ છે ? તે જાણ થયા બાદ જ ફરીયાદ નોંધાઈ તે માટે પોલીસે માત્ર અરજી લઈ તપાસ શરૂ કરી હતી.

પોલીસ ઈન્સ્પેકટર એ.એસ.ચાવડા પીએસઆઈ એ.બી.જાડેજા તથા ડી સ્ટાફ પેપર લીક કૌભાંડ બાબતે તપાસમાં હોય આ દરમ્યાન લવલી યારો ગ્રુપનાના એડમીન વિવેક શૈલેષભાઇ વાદી (રહે .કાલાવડ જી.જામનગર) જેની પુછપરછ કરતા પરીક્ષાના પેપરનો વ્હોટસએપ ગૃપમાં મેસેજ આવેલો હતો તે મેસેજ પોતાની સાથે અગાઉ અભ્યાસ કરતા એલીશ પ્રવિણભાઇ ચોવટીયા રહે. કોટડા પીઠા ગામ, તા.બાબરા, જી. અમરેલી)એ મુકેલ હોવાનું જણાવેલ હોય જેથી એલીશ પ્રવિણભાઇ ચોવટીયાને કોટડાપીઠાથી રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા પેપરનો વ્હોટસએપ મેસેજ પોતાના મિત્ર દિવ્યેશ લાલજીભાઇ ધડુકરહે. સાણથલી ગામ, તા.જસદણ)એ મોકલેલ હોય બાદ દિવ્યેશ લાલજીભાઇ ધડુકને સાણથલી ગામથી રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા પેપરનો વ્હોટસએપ મેસેજ પોતાના મિત્ર પારસ ગોરધનભાઇ રાજગોર(,રહે. મેવાસાગામ, તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર)એ મોકલેલ હોય જેથી પારસ રાગોરને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા સરદાર પટેલ લો કોલેજ બાબરા ખાતે ફરજ બજાવતા કલાર્ક રાહુલ ભુપતભાઇ પંચાસરા (રહે. બાબરા, જી.અમરેલી)એ મોકલેલ હોવાનું જણાવેલ બાદ રાહુલ પંચાસરાને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા સરદાર પટેલ લો - કોલેજ બાબરા ખાતે ફરજ બજાવતા પ્રિન્સીપાલ દિલાવર રહિમભાઇ કુરેશી (રહે પ્રભાસ પાટણ, ગીર સોમનાથ)એ મોકલેલ હોવાનું જણાવેલ જેથી દિલાવર કુરેશીને બાબરા ખાતેથી રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા સરદાર પટેલ લો - કોલેજના પટ્ટાવાળા ભીખુભાઇ સવજીભાઇ સેજલીયાના કહેવાથી પેપર લીક કરી કલાર્કને મોકલેલ હોવાનું જણાવેલ હોય જેથી તમામને રાઉન્ડઅપ કરી રાજકોટ લાવવામાં આવ્યા હતા.આરોપીઓના જણાવ્યા મુજબ પ્યુન ભીખાભાઇ પારસને સગા થતા હોય તેને પેપર આપી મદદ કરવા માટે પેપર ફોડયું હતું.

પરીક્ષા રદ, હવે ૩ જાન્યુઆરીએ પેપર લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોએ આજે સવારે જણાવ્યા મુજબ તા. ૨૩/૧ર/ર૦ર૧ના રોજ યોજાયેલી બી.કોમ઼ સેમ-૩ના પ્રિન્સિપાલ ઓફ મેક્રો ઈકોનોમિક્સ-૧ વિષયની પરીક્ષા રદ કરવામાં આવી છે. આગામી તા. ૩/૧/ર૦રરના રોજ હવે આ પેપરની પરીક્ષા અગાઉના સમય મુજબ યોજાશે.