વડોદરા : જીવલેણ કોરોના વાઈરસની મહામારી હજુ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી નથી તેવા સમયે કોરોનાના નવા સ્ટ્રેનની મહામારી સામે આવી છે અને નવા સ્ટ્રેનમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)માં હાહાકાર મચાવી રહેલ નવા સ્ટ્રેનની એન્ટ્રી ભારત દેશમાં ખાસ કરીને વડોદરા શહેરમાં નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ રહી છે. ગત તા.રપી નવેમ્બરથી તા.૩૧મી ડિસેમ્બર સુધી વડોદરા ખાતે આવેલા હોય તેવા છ સંક્રમિતોમાં નવો વાઈરસ વીયુઆઈ-૨૦૨૦-૧૨૧૧ (વિરિયન્ટ અન્ડર ઈન્વેસ્ટીગેશન) વાઈરસ જાેવા મળ્યો હતો. તેમના બ્લડ સેમ્પલ લઈ આરટીપીસીઆર તેમજ જિનોવીક સિક્વન્સ (જીનોમ) પૂણેની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તબીબો દ્વારા લેબ.ના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. જાે કે, એક સપ્તાહ ઉપરાંતનો સમય થયો હોવા છતાં રિપોર્ટ ન આવતાં પરિવારોમાં ચિંતાનું વાતાવરણ વ્યાપી ગયું છે. 

યુ.કે.માં કોરોના વાઈરસની નવી સ્ટ્રેન તાજેતરમાં જાેવા મળી છે જે કોરોનાની નોર્મલ સ્ટ્રેન કરતાં ૭૦ ટકા વધુ ઝડપથી પ્રસરી શકે છે એમ વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના કોવિડ-૧૯ સેન્ટરના નોડલ અધિકારી ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, વડોદરામાં યુ.કે.થી આવેલી છ વ્યક્તિઓમાં આ નવો સ્ટ્રેન એન-૫ ૦વાય જાેવા મળ્યો છે, જે એ.સી. ટુ રિસેપ્ટર સાથે વધુ કોરોનાની નવી સ્ટ્રેનના લક્ષણો ધરાવતી છ વ્યક્તિઓ પૈકી બે દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે એક દર્દીને ખાનગી નરહરિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર લઈ લીધી છે. નરહરિ હોસ્પિટલમાં દાખલ દર્દીના અન્ય ત્રણ સંબંધીઓ પણ નવા વાઈરસથી સંક્રમિત બન્યા હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેમને હોમ ક્વોરન્ટાઈન કરાવમાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તા.રપમી નવેમ્બરથી તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં ભારતમાં અંદાજે કુલ ૩૩,૦૦૦ ટ્રાવેલર્સ અહીં આવ્યા છે જેમાંના ઘણા ટ્રાવેલર્સ હજુ ટ્રેસ થઈ શકતા નથી.

નવા સ્ટ્રેનની યુવાવર્ગમાં વધુ અસર જાેવા મળી

વડોદરા. યુ.કે.ની જેમ સાઉથ આફ્રિકામાં પણ કોરોનાનો નવો સ્ટ્રેન શરૂ થયો છે. સાઉથ આફ્રિકામાં તાજેતરમાં જાેવા મળેલ ૫૦૧ વાય. વી ટુ નામનો વાઈરસ એ યુ.કે.થી અલગ પ્રકારનો હોવાનો આફ્રિકાના સરકારી વિભાગના હેલ્થ અધિકારીએ સ્વીકાર્યું છે. એટલું જ નહીં, આ વાઈરસ ૧૫થી ૨૫ વર્ષની ઉંમરના યુવાવર્ગમાં તેના ઈન્ફેકશનની અસર વધુ જાેવા મળી રહી છે. જાે કે, આ નવા ૫૦૧ વાય.વી ટુ વાઈરસ પર કોરોનાની વેક્સિનની અસર ઓછી જાેવા મળી રહી છે.