વડોદરા : ક્લીન વડોદરા-નશામુક્ત વડોદરા મીશન હેઠળ શહેર પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ગાંજાે તેમજ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા મહિલા સહિત છને ઝડપી પાડી તેઓની પાસેથી માદકદ્રવ્યોનો જથ્થો, વાહનો અને રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી જયારે શહેરના યુવાધનને ડ્રગ્સને રવાડે ચઢાવવા માટે ડ્રગ્સ કેરિયરોને માદક દ્રવ્યનો જથ્થો આપનાર પાણીગેટના બે સપ્લાયરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

શહેર પોલીસ કમિ.એ મિશન ક્લીન વડોદરા ,નશામુક્ત વડોદરાના મીશન હેઠળ શહેરમાંથી ડ્રગ્સની હેરાફેરી અને વેંચાણ પ્રવૃત્તીને સદંતર નાબુદ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ દરમિયાન જવાહરનગર પોલીસે કોયલી ચરો સ્મશાન પાસે મકાનમાં દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા રાજવિરસિંહ ઉર્ફ મુન્ના ગીરી સરદારસિંહ રાજપુત (મુળ રહે.ગંગોત્રી એપાર્ટમેન્ટ, પ્રતાપનગર પાસે)ને ઝડપી પાડી તેની પાસેથી બે થેલીમાં મુકેલો ૫૫૬૭ રૂપિયાની કિંમતનો ૫૫૬.૭ ગ્રામ ગાંજાે ઝડપી પાડ્યો હતો. તેણે ગાંજાે પાણીગેટ વિસ્તારમાં રહેતા કાદર પાસેથી વેચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે કાદરને વોન્ટેડ જાહેર કર્યો હતો.જયારે સમા પોલીસે સંજયનગર પાસે નહેરુનગરમાં રહેતો અને અગાઉ હત્યાનો પ્રયાસ, જાહેરનામાના ભંગ સહિતના ગુનામાં સંડોવાયેલો ભરત પ્રતાપસિંહ ચૈાહાણના ઘરે દરોડો પાડી તેની પાસેથી પણ ૮૪૫ રૂપિયાની કિંમતનો ૮૪ ગ્રામથી વધુ વનસ્પતિજન્ય ગાંજાે ઝડપી પાડી તેની પાસેથી ગાંજાે અને મોબાઈલ ફોન સહિત ૫૮૪૫ રૂપિયાની મત્તા જપ્ત કરી હતી.સયાજીગંજ પોલીસે પણ પરશુરામ ભઠ્ઠામાં દરગાહની સામે રોડ પર ૧૪૦૦ રૂપિયાની કિંમતના ૧૪૦ ગ્રામ ગાંજાે વેચાણ માટે નીકળેલી ૫૦ વર્ષીય ઝરીના શેરખાન શેખ (સુભાષનગર, સયાજીગંજ)ને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાે અને મોબાઈલ ફોન સહિત ૧૮૪૦ની મત્તા કબજે કરી હતી.તેવી જ રીતે હરણી પોલીસે ગત મોડી સાંજ ે માણેકપાર્ક પાસે વાહન ચેકીંગ હાથ ધરતા પોલીસને જાેઈને રિક્ષાચાલક મહંમદહુસેન સલીમમીયા શેખ (ભાંડવાડા,અંબામાતા મંદિર પાસે)ત્યાંથી રિક્ષા લઈને પુરઝડપે ફરાર થયો હતો. પોલીસે તેનો પીછો કરીને ઝડપી પાડતા તેના ખિસ્સામાંથી ૭૪૦ રૂપિયાની ૩.૭૦ ગ્રામ ગાંજાે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી ગાંજાે, મોબાઈલ ફોન અને સીએનજી રિક્ષા સહિત ૧૪૨૪૦ની મત્તા કબજે કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે આ ગાંજાે સોમાતળાવ પાસે હનુમાન ટેકરી પર રહેતા ધનસુખ ઉર્ફ મુછાળા મગન પ્રજાપતિ પાસેથી લાવ્યાનું કહેતા પોલીસે ધનસુખને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સ્વીફ્ટ કારમાં એમડી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા

શહેરમાં કેટલાક સમયથી યુવાવર્ગમાં એમ.ડી. ડ્રગ્સની ભારે માંગ હોઈ યુવાવર્ગ આ ડ્રગ્સની લતે ચઢ્યા બાદ મોં માંગ્યા દામે આ ડ્રગ્સ ખરીદી રહ્યા છે. દરમિયાન યુવાવર્ગને ડ્રગ્સને રવાડે ચઢાવવા બે યુવકો ડ્રગ્સની પડીકીઓ લઈને કારમાં જુનાપાદરા રોડથી રાજવી ટાવર તરફ આવતા હોવાની બાતમીના પગલે જેપી રોડ પોલીસ મથકના પીઆઈ બી.જી.ચેતરિયા સહિતના સ્ટાફે રાજવી ટાવર પાસે વોચ ગોઠવી હતી અને જીજે-૦૬-પીસી-૦૯૫૭ નંબરની સ્વીફ્ટ કારને આંતરી હતી. કારમાં બેઠેલા સપન અજય બ્રહ્મભટ્ટ (શિવમપાર્ક, આજવારોડ) અને રાજેશ્વરસીંગ ભુપેન્દ્રસિંગ પુવાર (ક્રિષ્ણાફ્લેટ, વાસણારોડ)ની તપાસમાં તેઓની પાસેતી ૨૭૦૦ રૂપિયાની મેફેડ્રોન ડ્રગ્સની ૨.૭૦ ગ્રામની પડીકીઓ મળતા પોલીસે બંનેની અટકાયત કરી હતી. પોલીસે તેઓની પાસેથી એમડી ડ્રગ્સની પડીકીઓ તેમજ કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ ૪,૧૨,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્ય હતો.

પોલીસ કમિ.ની સુચના છતાં પાંચ સ્થળે જ કામગીરી

શહેરના યુવાધનને ડ્રગ્સને રવાડે ચઢાવી તેઓનું ભવિષ્ય અંધકારમય બનાવતા ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરોને ઝડપી પાડવા માટે શહેર પોલીસ કમિશ્નરે શહેરના તમામ પોલીસ મથકમાં કડક સુચના આપી હતી. આ સુચનાના પગલે પોલીસ મથકની ટીમોએ તેઓના વિસ્તારમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા માટે ઘનિષ્ટ તપાસ આદરી હતી. જાેકે માત્ર પાંચ જ પોલીસ મથકમાં આ મીશન સફળ રહ્યું હતું જયારે માદકદ્રવ્યના વેચાણ-ઉપયોગ માટે કુખ્યાત ફતેગંજ, નવાપુરા, રાવપુરા, પાણીગેટ અને વાડી વિસ્તારમાં પોલીસ કામગીરી નિષ્ફળ રહેતા શહેર પોલીસ કમિ.એ તેની ગંભીર નોંધ લીધી છે.