રાજકોટ,  શહેરમાં ગુરૂવારના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં યાજ્ઞિક રોડ પર આવેલા ધનરજની બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હતા. જેમને હાલ સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭થી વધુ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી.. યાજ્ઞિક રોડ પર બનેલી આ મોટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બિલ્ડિંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ અંગે ધનરજની બિલ્ડીંગના એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે, મારું છેલ્લે ગેરેજ આવેલું છે હું દુકાનની અંદર હતો અને ધડાકાભેર એક અવાજ આવ્યો એટલે હું દોડીને દુકાનની બહાર નીકળ્યો જાેયું તો આખો ઉપલો માળ નીચે આવી ગયો હતો.આ દુર્ઘટનામાં અંદાજિત ૧૦થી ૧૫ જેટલા દુકાનદારોને નુકસાન થયેલું છે. અમે જનરલ સ્ટોરમાંથી જ ૮થી ૧૦ જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.ઉલ્લેખનીય છે કે આ છત પડતા ત્યાં પાર્ક કરેલા ૭ જેટલા વાહનોને મોટી નુકસાની પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જાેકે, સદનસીબે છત એવા સમયે પડી કે જ્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ ન હોય બચી જવા પામ્યા હતા.હાલ ધનરજની બિલ્ડીંગમા જે વેપારીની દુકાન ધરાશાયી થઈ હતી. એમના પત્ની ગભરાઈ ગયા અને રડવા માંડ્યા હતા. તેમના પતિ કાટમાળ પડ્યો એ સમયે દુકાનમાં હતા પરંતુ તેમને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ અંગે ધનરજની બિલ્ડીંગના સ્થાનિક દુકાનદાર મુન્નાભાઈએ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, મારું છેલ્લે ગેરેજ આવેલું છે હું દુકાનની અંદર હતો અને ધડાકાભેર એક અવાજ આવ્યો એટલે હું દોડીને દુકાનની બહાર નીકળ્યો જાેયું તો આખો ઉપલો માળ નીચે આવી ગયો હતો.આ દુર્ઘટનામાં અંદાજિત ૧૦થી ૧૫ જેટલા દુકાનદારોને નુકસાન થયેલું છે. અમે જનરલ સ્ટોરમાંથી જ ૮થી ૧૦ જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે