વડોદરા

શહેરમાં પોલીસતંત્ર એકલા રહેતા વૃદ્ધોને સલમાતીની ખાતરી આપવાની વાતો કરે છે એવા સમયે ગઠિયાઓ પણ અવનવી તરકીબો અજમાવી વૃદ્ધોને નિશાન બનાવે છે અને કિંમતી માલમત્તા ઉઠાવી ફરાર થતા રહે છે. આવો જ એક બનાવ વાડી પોલીસ મથકે નોંધાયો છે. જ્યારે બીજા બનાવમાં જમવા માટે ઉપરના માળે ગયેલા પરિવારના ઘરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.

શહેરના પાણીગેટ દરવાજા પાસે આવેલી ગૌરવ સોસાયટીમાં ઘરઆંગણે ખુરશી પર બેઠેલા વૃદ્ધાને બે હાથ જાેડીને નમસ્કાર કરીને ગઠિયો વૃદ્ધાને કાનમાં પહેરેલી સોનાની કડી ખેંચી ફરાર થઈ ગયો હતો. વૃદ્ધાએ સિટી પોલીસ મથકમાં આ બનાવની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે સિટી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે ગૌરવ સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય અમિતાબેન ચોકસી રવિવારે બપોરના સમયે ઘરની ખુરશી ઉપર બેઠાં હતાં, તે વખતે આશરે રર વર્ષીય ઉંમરનો યુવક આવ્યો હતો અને બે હાથ જાેડીને નમસ્કાર કરતાં વૃદ્ધાએ પણ તેને બે હાથ જાેડી નમસ્કાર કર્યા હતા અને અચાનક તે વૃદ્ધાએ કાનમાં પહેરેલી રૂા.૮૦૦૦ની કિંમતની સોનાની કડી ખેંચી ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે વૃદ્ધાએ બૂમાબૂમ કરતાં સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. પરંતુ યુવક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. દરમિયાન આ બનાવની અંગેની સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા જહાંગીરપુરામાં રહેતા પરિવારજનો જમવા બેઠેલા મકાનને ટાર્ગેટ કરી અજાણ્યો તસ્કર તિજાેરીને ચાવી વડે ખોલી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત ૬૮ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જહાંગીરપુરામાં રહેતા મહંમદ જાવેદ શેખ ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શનિવારે રાત્રે ૮ વાગે તેઓ ઘરને સાંકળ મારી ઉપરના માળે તેઓના માતા-પિતા સાથે જમવા માટે ગયા હતા અને ત્યાર બાદ એક કલાક પછી નીચે આવતાં ઘરની સાંકળ ખૂલ્લી જણાઈ આવી હતી. તપાસ કરતાં ઘરની તિજાેરીને ચાવી વડે ખોલી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત ચોરી થઈ હોવાનું માલૂમ પડયું હતંંુ. ૩૦ હજારની કિંમતનો સોનાનો સેટ, ર૦ હજારની કિંમત ધરાવતી સોનાની ચેઈન, ૧૦ હજારની કિંમત ધરાવતી સોનાની કડી, ચાર હજારની કિંમતના ચાંદીના છડા અને રોકડ રૂા.૪૦૦૦ મળી કુલ રૂા.૬૮,૦૦૦ની મત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.