વડોદરા, તા.૧૧ 

શહેરનની મકરપુરા જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં ખોદકામ દરમિયાન સાપ અને તેનાં ઈંડાં દેખાતાં રેસ્કયૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કલાલી સ્થિત ડુપ્લેક્સના ગાર્ડનમાંથી ઘુવડ અને વારસિયાના એક મકાનની પાણીની ટાંકીમાંથી સાપને પ્રાણીપ્રેમી સંસ્થાના કાર્યકરોએ રેસ્કયૂ કર્યો હતો. શહેરની મકરપુરા જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં મજૂરો ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક સાપ અને તેનાં ઈંડાં દેખાતાં ભયભીત થયેલા મજૂરોએ આ અંગેની જાણ કંપનીના માલિકને કરતાં જીવદયા સંસ્થાને જાણ કરતાં રૂપસુંદરી સાપ અને તેનાં ઈંડાંને રેસ્કયૂ કરવામાં આવ્યાં હતાં. જ્યારે કલાલી વિસ્તારમાં આવેલ આકૃતિ ડુપ્લેક્સના એક મકાનના ગાર્ડનમાં દુર્લભ ઘુવડ આવી ગયાની જાણ જીએસપીસીએ સંસ્થાને કરાતાં દુર્લભ પ્રજાતિના શિખર ઘુવડને રેસ્કયૂ કરીને વન વિભાગને સુપરત કરાયું હતું.

આ ઉપરાંત વારસિયા વિસ્તારમાં આવેલ હરિઓમ નગરના એક મકાનમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સાપ જાેઈને મકાનમાલિક ચોંકી ઊઠયા હતા. આ અંગેની જાણ થતાં જીએસપીસીએ સંસ્થાના કાર્યકર તરત જ સ્થળ પર પહોંચીને ચેકડ કીલ બેક નામના બિનઝેરી સાપને પકડીને વન વિભાગને સુપરત કર્યો હતો.