દિલ્હી-

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રસીકરણને વેગ આપવા માટે સરકારે રસીના 18 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે મોકલ્યા છે. તેમાંથી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 17.09 કરોડ રસી ડોઝ નો ઉપયોગ કર્યો છે. બાકીના 90 મિલિયન ડોઝ હજી પણ રાજ્યો પાસે છે. સરકારના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં રસી ના બીજા 07 લાખ ડોઝ રાજ્યો ને પ્રાપ્ત થશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દિલ્હીમાં હાલમાં 3,66,731 ડોઝ છે. જ્યારે હરિયાણામાં 3,72,831 ડોઝ છે. ઝારખંડમાં 4,04,357 ડોઝ છે અને મહારાષ્ટ્રમાં 4,98,756 ડોઝ ઉપલબ્ધ છે જયારે ઉત્તર પ્રદેશમાં 11,52,091 ડોઝ છે.