આણંદ, તા.૫ 

ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને વસી જતાં બાંગલાદેશીઓને આણંદ તાલુકાના મોગરી અને હાડગુડ ગામેથી ઝડપી લેવામાં આવ્યાં છે. કુલ ૧૪ જેટલાં બાંગલાદેશીઓને એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ભૂજ ખાતેના જાેઇન્ટ ઇન્ટરોગેશન ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આણંદ એસઓજીના સૂત્રોના જણાવ્યાં મુજબ, હાડગુડ ગામે ધરતીનગર સોસાયટી પાસે આવેલાં કોમ્પ્લેક્સમાં આ ઉપરાંત મોગરી ગામમાં કેટલાંક ગેરકાયદે ઘૂષણખોરી કરીને આવેલાં બાંગલાદેશીઓ વસવાટ કરી રહ્યાં હોવાની બાતમીના આધારે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે. બારોટ સહિતના સ્ટાફે દરોડો કર્યો હતો. હાડગુડ તથા મોગરી ગામમાં છાપાઓ મારતાં દેશમાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી રહેતાં બાંગલાદેશીઓ ઝડપાયાં હતાં. હાડગુડ અને મોગરી ગામમાં ગેરકાયદે વસવાટ કરતાં હતાં.

એસઓજીએ કુલ ૧૪ જણાંને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરી તેઓની પાસે ભારતમાં પ્રવેશવાના પાસપોર્ટ અને વિઝાની માગણી કરતાં તેઓની પાસે બેમાંથી એકપણ ડોક્યુમેન્ટ્‌સ ન હતાં. તેમજ ભારતીય ચૂંટણીકાર્ડ કે અન્ય પુરાવાઓ પણ ન હતાં. તેઓએ બાંગલાદેશી નાગરિકો હોવાનું અને ગેરકાયદે ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશ કર્યા બાદ જુદાં જુદાં સ્થળે ફરી આખરે હાડગુડ ગામે આવ્યાં હતાં. તેઓએ હાડગુડ તેમજ મોગરી ગામે અલગ અલગ રીતે રહેતાં હોવાની કબૂલાત પણ કરી હતી. આ અંગે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે. બારોટના જણાવ્યાં અનુસાર, આ ૧૪ બાંગલાદેશી નાગરિકો ભારતમાં ગેરકાયદેે ઘૂસણખોરી કરી છેલ્લાં સાત માસથી હાડગુડ અને મોગરી ખાતે રહેતાં હતાં. જેઓની પૂછપરછ કરતાં બાંગલાદેશી નાગરિક હોવાની તેઓએ કબૂલાત કરી હતી. તેઓને વધુ તપાસ માટે ભૂજ ખાતેના જાેઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

કોને કોને ઝડપી લેવામાં આવ્યાં?

બાંગલાદેશી નાગરિકો અંજલી બાદશાહ શેખ (ઉ.વ. ૩૦ રહે. મોગરી જિટોડિયા રોડ, સહકાર સોસાયટી, મૂળ રહે. ચાડાબીટા, બાગરપાડા થાણા, જિ.જસોર, બાલલાદેશ), સાહેબ નૌસર માનીક મંડોલ (ઉ.વ. ૩૬ રહે. મોગરી જિટોડિયા રોડ, સહકાર સોસાયટી, મૂળ રહે. બેનાકુલ બોર્ડર, સારસા થાણા, જિ. જસોર, બાંગલાદેશ), ઈકબાલ ઉમુરઅલી સમશેરઅલી ગાજી (ઉ.વ. ૨૭ રહે. મોગરી જિટોડિયા રોડ, સહકાર સોસાયટી, મૂળ રહે. માસાણા, ખાનપુર થાણા, મોનીરમપુર જિ. જસોર, બાંગલાદેશ), રોજીના ગુલાબ બસ્સતુલ્લુ ગાજી (ઉ.વ. ૨૫ રહે. મોગરી જિટોડિયા રોડ, સહકાર સોસાયટી, મૂળ રહે. શ્રીકલશ આશાસુની થાણા, જિ. સાતકીડા, બાંગલાદેશ), સાથી લતીફ ધલામીયા શેખ (ઉ.વ. ૩૫ રહે. હાડગુડ, ધરતીનગર સામે સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. જસોર, કોટવાલી થાણા, જિ. જસોર બાંગલાદેશ), રશીદા રમઝાન અબ્બાસ કાજી (ઉ.વ. ૪૦ રહે. હાડગુડ, ધરતીનગર સામે સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. નાભારૂન, જીગરગાસા થાણા, જિ. જસોર, બાંગલાદેશ), પ્રિયા યાકુબમુલ્લા મેઘામુલ્લા (ઉ.વ. ૨૧ રહે. હાડગુડ, જહાંગીરપુરા રોડ, કમાલુદ્દીન શાહ પીરની દરગાહ સામે મૂળ રહે. હરીશપુર, સાલીકા થાણા જિ. માગુરા બાંગલાદેશ), અર્શફુલ સરોવરમુલ્લા મુસાબદીનમુલ્લા રહે. હાડગુડ, જહાંગીરપુરા રોડ, કમાલુદ્દીન શાહ પીરની દરગાહ સામે મૂળ રહે. છાગડા, થાણા આડપાડા, જિ. માગુરા, બાંગલાદેશ), તસ્લીમુલ આરજાન સુરતમોરલ (ઉ.વ. ૪૦ રહે. હાડગુડ, ધરતીનગર સામે સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. છાગડા, થાણા કેસોદપુર, જિ. જસોર, બાંગલાદેશ), રજીયા તુરફામુડોલ આકિશમુડોલ (ઉ.વ. ૪૫ રહે. હાડગુડ, ધરતીનગર સામે સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. ઉલુસી, થાણા જીગોરગાસા, જિ. જસોર, બાંગલાદેશ), મહમંદઆઈજુલ યાકુબશેખ મોકલેશશેખ (ઉ.વ. ૨૮ રહે. હાડગુડ, ધરતીનગર સામે, સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. રાણાગાતી પોસ્ટ, સુબોલડા થાણા, ઓબયનગર જિ. જસોર, બાંગલાદેશ), આશા ઉમરઅલીશેખ સમશેરઅલીશેખ રહે. હાડગુડ, ધરતીનગર સામે, સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. માસના ખાનપુર, થાણા મોનીરામપુર, જિ. જસોર, બાંગલાદેશ), સુમીઆયુબશેખ હબીબશેખ (ઉ.વ. ૨૬ રહે. હાડગુડ, ધરતીનગર સામે, સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. બીસાસપરા, થાણા કોટવાલી, જિ. જસોર, બાંગલાદેશ), તૌફિક અહેમદ સુમીશેખ (ઉ.વ. ૨૬ રહે. હાડગુડ, ધરતીનગર સામે, સાબીર દિવાનના મકાનમાં, મૂળ રહે. બીસાસપરા, થાણા કોટવાલી, જિ. જસોર, બોગલાદેશ).

ભારત-બાંગલાદેશની કઈ સરહદ પરથી ઘૂસ્યાં, તેની તપાસ થશે

ભારત-બાંગલાદેશની સરહદ પર કયા સ્થળેથી ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશ્યાં હતાં? તેઓને ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે કોણે મદદ કરી હતી? તેમજ હાડગુડ ગામમાં તેઓને કોણે રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી? વગેરે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.