અમદાવાદ-

વીજબીલને અંકુશમાં રાખવા માટે સોલાર એક માત્ર વિકલ્પ: મોટાભાગના લોકો ભારેખમ વીજબીલથી ત્રસ્ત થઇને સોલાર પેનલ તરફ વળ્યા છે.ટેકનોલોજીનો ઉપયોગ દિવસેને દિવસે વધતો રહ્યો છે. છેલ્લા ર૦ વર્ષથી સોલાર વોટર હીટર જેવી સુવિધાનો દરેક વ્યકિતએ લાભ લીધેલ છે. ત્યારે સરકાર દ્વારા લોકો ગ્રીન એનર્જી તરફ વળે તે માટે રુકટોપ સોલાર સીસ્ટમની સુવિધા આપવામાં આવી છે. જે રેસીડેન્ટ તથા ઇન્ડસ્ટ્રીસ માટે ખુબ જ ઉપયોગી સાબીત થઇ છે. 

દિવસે દિવસે લોકો સોલાર એનર્જી સીસ્ટમ તરફ વળી રહ્યા છે. જેમાં લોકોને ફાયદો થતો રહ્યો છે. સરકાર દ્વારા પણ તેમાં લોકો ને રાહત મળે તે માટે સબસીડી પણ આપવામાં આવે છે. 

સોલાર પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા ખુબ જ સરળ બને તેના માટે સરકાર દ્વારા ઘણા પગલા લેવામાં પણ આવ્યા છે સોલાર પ્લાન્ટને નાખવા કોઇપણ વ્યકિત અરજી કરે તો તે સહેલાઇથી ઇન્સ્ટોલ કરી શકે તે માટે જરૂરી ડોકયુમેન્ટ લાઇટ બીલ, વેરાબીલ, ફોટાથી સરળતાથી અરજી કરી શકે છે. ઘણા લોકો લાઇટ બીલમાં બચત કરવા માટે નવા નવા ઉપાયો વિચારતા હતા પણ સોલાર પ્લાન્ટ આવ્યા પછી બધુ સરળ થ ગયું છે.

સોલાર પ્લાન્ટ એક વોલ્ટ થી લઇને ૧૦ વોલ્ટ સુધી ઘર વપરાશમાં ફીટ થાય છે. જેમાં ૧ થી ૩ વોલ્ટ સુધીની સીસ્ટમમાં સરકાર દ્વારા ૪૦ ટકા જેટલી સબસીડી આપવામાં આવે છે અને તે પણ સીધી મૂળ રકમ માંથી જ બાદ કરવામાં આવે છે જેથી ગ્રાહકને પુરા પૈસા ચૂકવીને પાછા મેળવવાની પરિસ્થિતિ સર્જાતી નથી. આ સિવાય દર વર્ષે ઉત્પન્ન થયેલા યુનિટ જો વપરાશ યુનિટ કરતા વધારે હોય તો વધેલા યુનિટને સરકાર દ્વારા ખરીદવામાં પણ આવે છે. અને નાણાકીય વર્ષના અંતે વળતર રૂપે ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવે છે. સોલાર પ્લાન્ટમાં કોઇ અકસ્માત દરમિયાન નુકશાનથાય અને ગ્રાહક ને ખર્ચ ન આવે તે માટે વીમા યોજના પણ બહાર પાડવામાં આવી છે. સમગ્ર વિશ્ર્વમાં આજે ગુજરાત પહેલા નંબર ઉપર આવે છે આખા વર્ષ દરમિયાન સૌથી વધારે ગુજરાતમાં મેગા વોલ્ટનો લાભ ગ્રાહકોએ લીધો છે. જે ખુબ ગર્વની વાત છે.