લુણાવાડા : લુણાવાડા માં એકમાત્ર મોટુ સરખું મેદાન જે ઇન્દિરા મેદાન તરીકે ઓળખાય છે જે શહેર ની વચ્ચે અને બસ સ્ટેશન ની સામે જ આવેલું છે. મેદાન મોટું હોઈ તેના ગણા ભાગમાં અજવાળું આવતું ન હતું આ અર્થે તેમાં વર્ષો પૂર્વે અંધારામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા સારા હેતુથી સમગ્ર ઇન્દિરા મેદાનમાં આશરે ૩૦થી ૩૫ જેટલી સોલાર લાઇટ લગાવવામાં આવેલ હતી પરંતુ આશરે છ મહિનાથી આ સોલર લાઈટો ચાલુ થયેલ નથી જેથી રાત્રી દરમિયાન આખાય મેદાન માં અંધકાર છવાયેલો હોઈ છે. જ્યાં કોઈ પણ અવર જવર પણ હોતી નથી જેથી આવનાર ભવિષ્યમાં અંધારાનો ગેરલાભ લે અને ન બનવાની કોઇ મોટી ઘટના બને તો નવાઈની વાત નથી. તો નગરજનોને એક જ આશા છે કે ઇન્દિરા મેદાન માં લાગેલ સોલાર લાઇટો પૂનઃ ચાલુ થાય. અને શહેર ની મધ્ય માં આવેલ આ મેદાનને રાત્રી દરમિયાન પણ ઝળહળતું રાખવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેર ને કલંકિત થતા અટકાવી શકાય.