વડોદરા, તા.૩૦

વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજના મેન હોલની સફાઈ માટે સોલાર થી ચાલતા રોબોટીક મશીન એનાયત કરવામાં આવ્યુ છે. ભારતિય કંપનીની બનાવટનુ આ રોબોટીક મશીન રાજ્ય સરકારની સીએસઆર ઓથોરીટીના જીસીએસઆરએ તથા આઈઓસીએલ દ્વારા સીએસઆર હેઠળ આપવામાં આવ્યુ છે.

આ મશીન ક્લબ ફર્સ્ટ રોબોટીક્સ પ્રાઈવેટ લીમિટેડ દ્વારા ભારતીય બનાવટનુ રોબોટીક મશીન આપવામાં આવ્યુ છે.બહુવીધ ઉપયોગ ધરાવતો રોબોટ છે. જેનો ઉપયોગ ડ્રેનેજના મેન હોલની સફાઈ માટે તેમજ ઈમરજન્સી બચાવ કામગીરી અને ખેતીવાજીને લગતી કામગીરી માટે થાય છે. આ રોબોટ સોલાર આધારીત બેટરી પર કાર્ય કરે છે. અને એક વખત ચાર્જ કરવા થી તે ૭ દિવસ સુધી કાર્ય કરી શકે છે. આ રોબોટીક મશીન સંપૂર્ણ વોટર પ્રુફ અને કોઈ પણ વાતાવરણમાં કામ કરી શકે છે. ઉપરાંત ડ્રેનેજના ચેમ્પરમાં ૧૨ પ્રકારના ગેસને ડિટેક્ટ કરીને આગોતરી જાણ કરી શકે છે.જેને જીપીએસ ્‌ને જીએસએમ આધારિત હોંવાથી ગમે ત્યાંથી ટ્રેક કરી શકાશે.

આ રોબોટીક મશીન ૧૦૦ કિલો સુધીનો સ્લજ કલેક્ટ કરી શકે છે.અને ૧૫ મીટર ઉંડાઈ સુધીના મેન હોલમાં કામ કરી શકે છે. ઉપરાંત ટર્બાઈન ક્લીનીંગ ટેન્કોલોજી સાથે કામ કરી શકે છે. આજે ે રોબોટીંક મશીન કોર્પોરેશનને સુપ્રત કરાયુ હતુ.