ધોરડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. મોદીએ કચ્છમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. પીએમ મોદી કચ્છના રણમાં ઘોરડો નજીક વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરવા ઉપરાંત માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને સરહદ ડેરીના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.

પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કચ્છીમાં કરી હતી. તેમણે કહ્યું કે, કચ્છ આખા દેશની ઓળખ છે. કચ્છમાં આવીને કચ્છમાં આવીને શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે અને આ અવસરે કચ્છમાં દુનિયાનો સૌથી મોટા રિન્યૂઅબલ એનર્જી પાર્કનું ભૂમિપુજન કર્યું તેને જાતા લાગે છે કે, સરદાર સાહેબનું સપનું ખુબ જ ઝડપી સાકાર થશે.

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરતા તેમણે કહ્યું કે, કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો લોકોના ઘરો તૂટી ગયા પરંતુ કચ્છી લોકોના મનોબળને ભૂકંપ તોડી શક્યો નહી. ભૂકંપે કચ્છને સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખ્યુ હતું. તેમ છતાં હવે કચ્છની પ્રવાસન ક્ષેત્રે આખી દુનિયામાં આગવી ઓળખ ઉભી થઇ ગઇ છે. વિદેશી પ્રવાસીઓ કચ્છનું સફેદ રણ જાેવા આવે છે. કચ્છનું રણ અને રણોત્સવ જાેવા માટે લાખો પ્રવાસીઓ આવે છે. સાથે જ કચ્છના લોકોએ આખા દેશના લોકોને આર્ત્મનિભર રહેવાનું શીખવ્યું છે. તેમણે કહ્યું કે, એક સમયે કચ્છ એકલો-અટૂલો પ્રદેશ હતો અને હવે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છનો વિકાસ સ્કોલરો માટે અભ્યાસનો વિષય છે.

આ પ્રસંગે તેમણે ૧૧૮ વર્ષ જૂનો એક કિસ્સો યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે સમયે કચ્છમાં એક્ઝિબિશનમાં સૂર્ય તાપયંત્ર મૂક્વામાં આવ્યું હતું. પરંતુ અત્યારે હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ એનર્જી પાર્કથી ૧ લાખ લોકોને રોજગારી મળશે અને ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. તેમણએ જણાવ્યું કે, હાઈબ્રીડ પ્રોજેક્ટથી સરહદની સુરક્ષામાં વધારો થશે કેમકે ૧ એનર્જી પાર્ક ૯ કરોડ વૃક્ષો ઉગાડવા બરાબર છે.