રાજપીપળા, તા.૨૨ 

રાજપીપળા પોલીસ મથકમાં આરોપીનું પૂછતાછ દરમિયાન મોત થયું હતું. મોતનું ચોકક્સ કારણ જાણવા ડોક્ટરોએ ફોેરેન્સિક પીએમનો આગ્રહ કર્યો હતો. મૃતદેહને સુરત લઇ જવાશે. આવતીકાલે પીએમ થશે. પરીવારજનોને મૃતદેહ હજુ સોંપાયો નથી.

રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે મજૂરી કામે કેમ ન આવ્યો તેમ પૂછતાં યુવાને હથોડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રહેતા હસમુખભાઇ શંકરભાઈ વસાવા, મિત્ર વિજયભાઇ તથા તેની પત્ની ઉર્મીલાબેન સાથે રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર સામે ખુલ્લા કંપાઉન્ડમાં બેઠા હતા.આ વખતે નર્મદા જિલ્લા પોલીસના નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર સુરેશ સૂપડુભાઈ મોરેએ તુ કેમ અમારી સાથે મજુરી કામે ન આવ્યો એમ કહી હથોડી માથામાં મારી અને જાનથી મારવાની ધમકી આપી હતી. રાજપીપળા પોલીસ સુરેશ સૂપડુભાઈ મોરેની અટકાયત કરી હતી.નિયમ મુજબ એના કોરોના ટેસ્ટની રાહ જોવાઈ રહી હતી.ત્યારે પૂછતાછ દરમિયાન સુરેશને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા એને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.ત્યાં હાજર તબીબોએ સુરેશને મૃત જાહેર કર્યો હતો.