અમદાવાદ-

દેશભરમાં આજે જ્વેલરી વિક્રેતા સોનાના આભૂષણોના જરૂરી હોલમાર્કિંગના મનમાની રીતથી અમલ લાવવા વિરુદ્ધ 23 ઓગસ્ટે સાંકેતિક હડતાળ કરવાના છે. આ હડતાળમાં ગુજરાતભરના તમામ સોની વેપારીઓ પણ સામેલ થશે. અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ ઘરેલૂ પરિષદ (GJC) એ હડતાળની જાહેરાત કરી હતી. તે પ્રમાણે આજે દેશભરના સોની વેપારીઓ સાથે ગુજરાતના વેપારીઓ પણ આ હડતાળમાં સામેલ થશે.

મળતી માહિતી મુજબ સોનાના આભૂષણોની 16 જૂનથી ફેજ પ્રમામે હોલમાર્કિંગને જરૂરી કરી દેવામાં આવી છે. સરકારે પ્રથમ ફેઝના અમલ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાની ઓળખ કરી છે. સોનાની હોલમાર્કિંગ કિંમતી ધાતુની પ્યોરિટનું સર્ટિફિકેશન આપે છે. આ અત્યાર સુધી સ્વૈચ્છિક રૂપથી કરવામાં આવતું હતું. દેશ ભરમાં જ્વેલરી વિક્રેતાઓની હડતાળને ગુજરાતા સોની વેપારીઓ પણ ટેકો આપશે. વડોદરામાં આજે જ્વેલર્સની 200 દુકાનો બંધ રહેવાની છે. તમામ વેપારીઓ પ્રતીક હડતાળમાં સામેલ થશે. વેપારીઓ દ્વારા હોલમાર્કની જટીલ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી છે. આજ રીતે ભાવનગરમાં પણ સોની વેપારીઓ બંધ પાળશે. ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, વોરબજાર ચોકસી મંડળ, ભાદેવા શેરી સુવર્ણકાર એસોસિએશન, પિરછલ્લા શેરી, શેરડી પીઠ સહિતના એસોસિએશનોએ આ બંધમાં જોડાવાની જાહેરાત કરી છે. સોની બજારના સિનિયર સભ્યોના જણાવ્યા મુજબ માત્ર ગુજરાતમાં જ રોજનું 500 કરોડનું ટર્ન ઓવર થતું હોય છે જે આખા દેશની વાત કરવામાં આવે તો રોજનું ૨૫૦૦૦થી ૩૦,૦૦૦ કરોડનું સોના-ચાંદી અને ઝવેરાતનુ ખરીદ વેચાણ અને ટર્ન ઓવર થતું હોય છે એક દિવસ દેશભરના જ્વેલર્સ બંધ રહેતો ૨૫,૦૦૦થી ૩૦૦૦૦ કરોડના વ્યવહાર અટકી જશે.