ન્યુ દિલ્હી,તા.૩

દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગેલા વિજય માલ્યાને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે. પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે માલ્યાને ભારત લાવવાની તમામ કાનુની તમામ પ્રક્રિયા પુરી થઈ ચૂકી છે. ભારતમાં પ્રત્યાર્પણ ન થાય તે માટે માલ્યાએ ઘણા પ્રયાસ કર્યા. 

ઉલ્લેખનીય છે કે, પરંતુ લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ યુકેની સુપ્રીમકોર્ટમાં ૧૪મી મેના દિવસે હારી ગયો છે. હવે ભારતની તપાસ એજન્સી સીબીઆઇ અને ઇડીની ટીમ માલ્યાને બ્રિટનથી ભારત લાવવા કામે લાગી છે. ૧૪મી મેએ કેસ હાર્યા પછી ૨૮ દિવસમાં માલ્યાને ભારત લાવવાનો હતો.

આપને જણાવી દઇએ કે, ૨૮ દિવસના સમયમાંથી ૨૨ દિવસ પસાર થઈ ચૂક્્યા છે. એટલે કે હવે ગમે તે સમયે માલ્યાને ભારત લવાઈ શકે છે. માલ્યાએ અલગ અલગ ૧૭ બેંકો ૯ હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. ત્યાર બાદ રૂપિયાની ચૂકવણી ન કરવી પડે તે માટે મે ૨૦૧૬માં માલ્યાએ ભારત છોડી દિધું હતું. અને ત્યારથી જ તેને વતન પરત લાવીને રૂપિયા વસુલવા માટે ભારતીય તપાસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે.