ગાંધીનગરઃ-

ગુજરાત સરકારના અધિક કલેકટર ડો. સંજય જોષીની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસુરી ઉત્તરાખંડ ખાતે ભારત સરકારના વિવિધ સેવાઓના અધિકારીઓની તાલીમ માટે પ્રોફેસર તરીકે નિમણૂક થયેલ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના વતની એવા ડો. જોશી એન્જિનિયરિંગની ડિગ્રી ઉપરાંત સોશ્યોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા ક્ષેત્રમાં ડિગ્રીઓ ધરાવે છે અને વલ્લભભાઈ પટેલ ના જીવન ઉપર phd પણ મેળવેલ છે. કચ્છના ભૂકંપ સમયે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના પ્રોગ્રામ મેનેજર તરીકે જવાબદારી નિભાવનાર સંજય જોશીએ જીએસડીએમએ તથા GIDM માં પણ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપેલ છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ દાંતા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર શ્રી સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી છે કે જેમને આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થા માં કામ કરવાની તક પ્રાપ્ત થઈ હોય.