નવી દિલ્હી, તા.૧૨ 

ટીમ ઈન્ડિયાએ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે, તે પહેલા તેની ચર્ચાઓ ચાલી રહી છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટાઇનના દિવસોને ઓછા કરવામાં આવે. મહત્વનું છે કે ભારતીય ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. સૌરવ ગાંગુલીએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્ય્š, આશા કરીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટાઇનના દિવસોને ઓછા કરવામાં આવશે.

ગાંગુલીએ કહ્ય્š, અમે તે નથી ઈચ્છતા કે આ મહત્વની સિરીઝ પહેલા અમારા બધા ખેલાડી દૂર જાય અને બે સપ્તાહ માટે હોટલના રૂમમાં બેઠા રહે. આ ખુબ નિરાશાનજક હોઈ શકે છે. ગાંગુલીએ કહ્ય્š, મેલબોર્ન સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્થિતિ સારી છે. તેને ધ્યાનમાં રાખી અને ત્યાં જશું અને આશા છે કે ક્વોરેન્ટાઇન સમય ઓછો થશે અને અમે ક્રિકેટમાં પરત ફરીએ. મહત્વનું છે કે ઓક્ટોબરમાં ભારત ટી૨૦ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જેની શરૂઆત ૧૧ ઓક્ટોબરથી બ્રિસ્બેનથી થશે, ત્યારબાદ ૧૪ ઓક્ટોબર (કેનબરા) અને ૧૭ ઓક્ટોબર (એડિલેડ)માં મેચ રમાશે. ત્યારબાદ ટી૨૦ વિશ્વકપ થશે અને મહામારીને કારણે તેના આયોજનની સંભાવના ખુબ ઓછી છે. વિરાટ કોહલીની ટીમ ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જશે, જેની શરૂઆત ત્રણ ડિસેમ્બર બ્રિસ્બેનથી થશે. ભારત તેમાં એડિલેડમાં ૧૧થી ૧૫ ડિસેમ્બર સુધી ડે-નાઇટ ટેસ્ટ રમશે. ત્રીજી અને ચોથી ટેસ્ટ ક્રમશઃ ૨૬થી ૩૦ ડિસેમ્બરે રમાશે.