ક્વિન્ટોન ડિકકની આગેવાની હેઠળના દક્ષિણ આફ્રિકાના 44 ક્રિકેટરોએ કોરોના વાયરસના રોગચાળા વચ્ચે રમતના મંત્રાલયની પરવાનગી બાદ પ્રેક્ટીસ શરૂ કરી છે. 15 માર્ચથી દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ બંધ છે. તે સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ વનડે મેચની શ્રેણી માટે ભારતમાં હતી. પરંતુ રોગચાળાને કારણે શ્રેણી મુલતવી રાખવામાં આવી હતી. વરસાદને કારણે પહેલી મેચ યોજાઈ ન હતી.

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના ચેપના 1,38,000 થી વધુ કેસ છે અને 2,400 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટના જણાવ્યા અનુસાર, ખેલાડીઓ નાના જૂથોમાં પ્રેક્ટિસ કરશે અને તેમની નજીકની ફ્રેન્ચાઇઝી ટીમનો કોચ તેમની સાથે રહેશે. પ્રેક્ટિસ દરમિયાન, દક્ષિણ આફ્રિકા ક્રિકેટની કોરોના વાયરસ સ્ટીઅરિંગ કમિટી દ્વારા બનાવવામાં આવેલા માર્ગદર્શિકાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

સાઉથ આફ્રિકા ક્રિકેટના ચીફ મેડિકલ ઓફિસર શુઆઈબ માંજરાએ જણાવ્યું હતું કે, ચેપી રોગની રાષ્ટ્રીય સંસ્થાએ અમારા પ્રોટોકોલને મંજૂરી આપી દીધી છે. અમે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની નિયમિત તપાસ કરીશું અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે. નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે દરેક જગ્યાએ કોવિડના નિયમોનું પાલન કરાવનાર મેનેજર હશે. મહિલા ઉચ્ચ પ્રદર્શન ટીમની તાલીમ માટે હજી વાત ચાલુ છે.

પ્રેક્ટિસ કરનારા ખેલાડીઓ ક્વિન્ટોન ડીકોક, ડીલ એલ્ગર, લુંગી એંગિડી, આઈડન માર્કરામ, જુનિયર ડાલા, થુનિસ દ બ્રુન, રાસી વેન ડર ડુસેન, સીન વોન બર્ગ, ડ્વેન પ્રેટોરિયસ, હેનરીક ક્લાસેન, તેનબા બાવુમા, રીજા હેન્ડ્રિક્સ, કેબિસો રબાડા, તબ્રેઝ શમસી, વિઆન મુલ્ડર, બીજોર્ન ફોર્ચ્યુન, એન્ડીલ ફેલુકવાયો, ડેવિડ મિલર, સારેલ ઇર્વી, ઉયા જોન્ડો, દરિન ડુપાવિલોન, કેશવ મહારાજ, સેનુરાન મુથુસ્વામી, કીગન પીટરસન, ઇમરાન તાહિર, લુથુ સિપામાલા, એડવર્ડ મૂર, એનિચ નોર્જે, સિસંડા મગલા, ગ્લેન્ટન સ્ટુરમેન, જોન જોન સ્મટ્સ, રૂડી સેકન્ડ, પીટ વેન બિલજન, રેનાર્ડ વેન ટન્ડર, ગેરાલ્ડ કોટઝી, પીટર મલાન, જાનેમન માઝા, જાનેમન ફાફ ડુ પ્લેસી, ટોની ડી જ્યોર્જી, બુરાન હેન્ડ્રિક્સ, નંદ્રે બર્જર, જ્યોર્જ લિન્ડે અને કાયલ વેરેનિન છે.