અમદાવાદ, અમદાવાદમા કોરોનાએ કાળો કેર વર્તવ્યો છે અમદાવાદની હોસ્પિટલો ભરાઈ રહી છે દર્દીઓના સગાઓ દર્દીઓને દાખલ કરવા માટે લાબું વેઇટિંગ છે તો મૃતદેહ લેવા માટે પણ લાબું વેઇટિંગ છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લેવા માટે માઇક પર જાહેરાત કરવામાં આવે છે ત્યારે સગાઓ આવીને મૃતદેહ લાઇ જાય છે. સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ બહાર દર્દીઓના સગા રોકકળ કરતા હોય છે તેમના સ્વજન નું સુ થયું હશે ત્યારે આજે ૧૨૦૦ બેડની હોસ્પિટલ બહાર માઇક ઘ્વારા જાહેરત કરવામાં આવે છે જેથી લોકોને લાબું વેઇટિંગ સહન કરવુંના પડે.

હાલમાં પરિસ્થતી જે રીતે ગંભીર બની છે તે જાેતા અત્યારે સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ બહાર ગાર્ડ અને પોલીસ બંદોબસ્ત મૂકી દેવમાં આવ્યો છે દર્દીઓના પરિવારજનો વારે વારે હોબાળો કરે છે અને ડોકટરો સાથે માથાકૂટ કરે છે જેથી કરી ને હાલમાં પોલસ બંદોબસ્ત રાખવાં મા આવ્યો છે તો બીજી તરફ મૃતદેહ ઘર પાસે પણ પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થતા હોય આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જ્યારે પણ મૃતદેહ નું નામ બોલાય તેમના સગા કે પરિવારજનો મૃતદેહ લાઇ જાય તરતજ ત્યાં ગેટ બંધ કરી દેવમાં આવે છે ત્યાં બેરીકેડ પણ રાખી દેવમાં આવ્યા છે. જેથી કોઈ પણ અંદર ઘૂસી જઈને હોબાળો ના કરે.

સિવિલ બહારની વાસ્તવિકતા જાેઈએ તો એક પછી એક એમયુલન્સ આવતી જાય છે એક જાય છે અને બીજી આવે છે એવી પરિસ્થતી સર્જાઈ છે મૃતદેહ લેવા માટે પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થયેલા દેખાય છે પરિવારજનો કલ્પાંત કરતા જાેઈ ને ભલભળાનું કાળજું કંપી ઉઠે એવી સ્થતી સિવિલમા દેખાય છે. સિવિલ હોસ્પિટલ બહાર એક મંડપ પણ બાંધવામાં આવ્યો છે જેથી આ ગરમીમાં દર્દીઓના પરિવારજનો ત્યાં અસહ્ય ગરમીમાં બેસી શકે સિવિલમાં ૧૦૮ સિવાય પ્રાઇવેટ એમયુલન્સની સંખ્યા વધી રહી છે જ્યારે પણ દર્દીઓને ખાનગી હોસ્પિટલમા જગ્યા નથી મળતી ત્યારે તેઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે.