મુંબઇ-

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત તેમની સરકારમાં રહેલા અનેક મંત્રીઓના સરકારી આવાસ પર લાખો રૂપિયાના પાણીના બિલ ચૂકવવાના બાકી છે. પાણીનું બિલ ના ભરનારા લોકોમાં NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નામ પણ સામેલ છે.

બિલના ચૂકવવાના કારણે BMC એ મંત્રીઓના આવાસને ડિફૉલ્ટર લિસ્ટમાં નાંખી દીધા છે. એક NCP ના મળેલા જવાબના આધારે આ જાણકારી સામે આવી છે. જે મુજબ, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના સરકારી આવાસનું 24.26 લાખ રૂપિયાનું પાણીનું બિલ બાકી છે. RTI મુજબ, મુખ્યમંત્રી ઠાકરેના વર્ષા બંગલા પર ડિસેમ્બર 2019થી 24,916 રૂપિયા, નાયબ મુખ્યમંત્રી અજીત પવારના દેવગિરી બંગલા પર નવેમ્બર 2019થી 1,35,300 રૂપિયા બાકી છે. 

આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલાનું નવેમ્બર 2019થી 1,24,553 રૂપિયા, ઠાકરે સરકારમાં મંત્રી રહેલા NCP નેતા જયંત પાટીલના સેવા સદન બંગલાનું જાન્યુઆરી 2020થી 1,15,288 રૂપિયા, કોંગ્રેસ નેતા અને મંત્રી નીતિન રાઉતના કર્ણકૂટી બંગલાનું જાન્યુઆરી 2020થી 1,15,288 રૂપિયા બિલ બાકી છે. રિપોર્ટ અનુસાર, રાજ્યમાં પ્રથમ વખત આવું બન્યું છે, જ્યારે મંત્રીઓના સરકારી આવાસનું પાણી અને વીજળીનું બિલ સમયસર ના ચૂકવાયું હોય.