કાબુલ-

તાલિબાનોએ ૧૫મી ઓગસ્ટે કાબુલ ઉપર કબ્જાે જમાવ્યા પછી ઈન્ટરીમ ગર્વમેન્ટ રચી નાખી હતી. તેમાં કુલ ૩૩ કેબિનેટ મંત્રીઓનાં નામ છે તેમાં વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન વગેરેનાં નામ છે. પરંતુ તેમણે એક પણ મહિલાને સ્થાન આપ્યું નથી. તેથી મહિલાઓમાં આક્રોશ છે. અફઘાન મહિલાઓ તેથી રસ્તાઓ ઉપર ઉતરી આવી હતી. જેમને વીખેરવા તાલિબાની પોલીસે અશ્રુ ગેસ અને છેલ્લે હવામાં ગોળીબાર પણ કરવો પડયો હતો.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પોતાની નવી સરકાર જાહેર કરી દીધી છે. મુલ્લા મુહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન બનાવાયો છે. જ્યારે નાયબ વડાપ્રધાન પદે મુલ્લા અબ્દુલ ગની ઉર્ફે મુલ્લા બરાદરને નિયુક્ત કરાયો છે. તાલિબાનોની આ સરકારમાં ૧૪ ખુંખાર આતંકીઓને મંત્રી કે અન્ય મોટા પદ આપી દેવાયા છે. વડાપ્રધાન બનાવાયેલો મુલ્લા મુહમ્મદ હસન અખુંદ ૧૯૯૦ના દશકથી દેશભરમાં જાણીતો થઈ ગયો હતો. મુલ્લા મુહમ્મદે કુશાનેશ્વર કનિષ્કના સમયમાં (આશરે ઈ.સ. ૧૫૦માં) બામિયાંની ખીણમાં રચાયેલી ભગવાન બુદ્ધની ૧૫૦ ફીટની ઊંચી મૂર્તિઓ તોડવામાં અગ્રીમ ભાગ ભજવ્યો હતો. ત્યારથી મુલ્લા મુહમ્મદ હસનને યુનોએ 'ગ્લોબલ-ટેરરિસ્ટ' જાહેર કર્યો હતો.નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની ઉર્ફે મુલ્લા બરાદર, મુલ્લા ઉમરનો નિકટવર્તી મનાય છે. તેણે તાલિબાનોને એક જૂથ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તે ઘણા સમય સુધી પાકિસ્તાનની જેલમાં હતો. તેણે જેલમાંથી બહાર આવ્યા પછી અમેરિકા સાથે મંત્રણા પણ કરી હતી. જે પડી ભાંગી અને તાલિબાનોને એક જૂથ કરવા લાગ્યો. તેથી યુનોની સલામતી સમીતીએ તેનું નામ 'બ્લેક-લિસ્ટ'માં મુકી દીધું છે. બીજાે નાયબ વડોપ્રધાન અબ્દુલ સલામ હાસમી પણ યુનોના બ્લેક-લિસ્ટમાં છે. તે 'ડ્રગ' સપ્લાયમાં સામેલ છે અને તાલિબાનો તરફ તેની પૂરી જવાબદારી સંભાળે છે. તે તાલિબાનોની આ પહેલાની સરકારમાં શિક્ષણ મંત્રી હતો. આંતરિક-વિભાગ-મંત્રી (હોમ મીનીસ્ટર) સિરાજુદ્દીન હક્કાની પણ ગ્લોબલ-ટેરરિસ્ટનાં લિસ્ટમાં છે. તે હક્કાની નેટવર્કના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીનો પુત્ર છે. ૨૦૧૬થી જ સિરાજુદ્દીન તાલિબાનોના અગ્રીમ નેતાગણમાં છે. અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાની માટે ૧ કરોડ ડૉલર (૭૩ કરોડ રૂપિયા)નું ઈનામ જાહેર કર્યું છે. તેટલો તે ખતરનાક છે. વિદેશ પ્રધાન આમીર ખાન મુતક્કી પહેલી તાલિબાન સરકારમાં પણ હતો. અમેરિકા સાથે મંત્રણા કરવામાં પણ સામેલ હતો. ેંશજીભનાં બ્લેક લિસ્ટમાં મુલ્લા અખુંદ અને મુલ્લા બરાદર સાથે તેનું નામ છે. સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબ, તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો પુત્ર છે. મુલ્લા ઉમર તાલિબાનોના ચીફ કમાન્ડરો પૈકીનો અગ્રીમ કમાન્ડર છે. જે યુદ્ધોમાં હમેંશા આગળ જ રહે છે. કંદહારમાં તેણે લાંબા સમય સુધી મોર્ચો સંભાળ્યો હતો. તેનો પુત્ર યાકુબ ેંશજીભના બ્લેક-લિસ્ટમાં છે.