વલસાદ-

કપરાડા ના નારવડ ગામે રોડ ની કામગીરી માટે કપચી ભરી જે જતું ટ્રેકટર ના આગળના બે ટાયરો ઉપર થઈ જતા ચલાક કૂદી પડ્યો અને જીવ બચી ગયો જોકે ટ્રેકટર શીર્ષાસન કરતું હોય એમ જણાય આવ્યું હતું.કપરાડા તાલુકાના નારવડ ગામે બનેલ રોડ ની બંને તરફ કરવામાં આવી રહેલ પુરાણ કરવાની કામગીરી માટે ટ્રેકટર માં કપચી ભરી ને લઈ જવામાં આવી રહી હતી ત્યારે નારવડ ના ઢાળ ચડતા લોડ નહીં ઉપાડી શકતા ટ્રેકટર ના આગળ ના ટાયરો ઊંચા થઈ જતા ચાલુ ટ્રેકટર માં થી ચાલક કૂદકો મારી ઉતરી ગયો હતો અને ટ્રેકટર ના આગળ ના બંને ટાયરો આસમાન તરફ ઉપર થઈ ગયા હતા ..જોકે ઘટના માં કોઈ જાનહાની બની નોહતી ..પણ આસપાસના લોકો દોડી આવ્યા બાદ ટ્રેકટર ને યોગ્ય દિશા માં સુ વ્યવસ્થિત કરી રાબેતા મુજબ નીચે ઉતારી ને રવાના કરવામાં આવ્યું હતું